Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં અસામાજિક તત્વો બેફામ:ઝાંપાબજારમાં બાઉન્સરોએ યુવકને ઢોરમાર મારી માથું ફોડી નાખ્યું, અઠવાલાઇન્સ કોર્ટ સામે વકીલને જાહેરમાં ગાળો ભાંડી હુમલાનો પ્રયાસ

    1 सप्ताह पहले

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લગતી બે જુદી-જુદી ઘટનાઓ સામે આવી છે, જેમાં એક કિસ્સામાં મિલકત બાબતે ઓફિસમાં જવા મુદ્દે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા કિસ્સામાં કેસની બાબતમાં વકીલ સાથે જાહેરમાં બોલાચાલી કરી ગાળાગાળી કરવામાં આવી હતી. આ બંને બનાવો અંગે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. બાઉન્સરોએ ભેગા મળી યુવકને માર માર્યો પ્રથમ ઘટના સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર, ઝાંપાબજાર દેવડી ખાતે આવેલી દાઉદી વ્હોરા પ્રોપર્ટી ટ્રસ્ટની ઓફિસ બહાર એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. ફરિયાદી મોહમદ શાહરૂખ ઉર્ફે માયા અબ્દુલ સત્તાર શેખ પોતાના સાસુની મિલકત વેચાણ અંગે પૂછપરછ કરવા માટે ડીપીટી ઓફિસે ગયા હતા. તે સમયે ઓફિસ ખાતે ભારે ભીડ હોવાથી તેઓ આગળ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર બાઉન્સરો સાથે ધક્કામુક્કી અને બોલાચાલી થઈ હતી. તકરાર વધતાં તહા બાદશાહ નામના વ્યક્તિ તથા પાંચથી સાત જેટલા બાઉન્સરોએ ભેગા મળીને યુવકને ખેંચી બહાર કાઢ્યો હતો અને ફેંટો મારી રોડ પર પટક્યો હતો. ત્યારબાદ બે-ત્રણ બાઉન્સરોએ સ્ટીક વડે આડેધડ માર મારતાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ત્રણ ટાંકા આવ્યા હતા તેમજ શરીરે અને પીઠના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી હતી. લોકોનું ટોળું ભેગું થઈ જતાં અને પોલીસ વાન આવતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકે સારવાર લીધા બાદ મહિધરપુરા પોલીસ મથકમાં તહા બાદશાહ અને અજાણ્યા બાઉન્સરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અઠવાલાઈન્સ કોર્ટ બહાર વકીલ પર હુમલો બીજી ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અઠવાલાઇન્સ કોર્ટ પરિસરની સામે ઝાડ નીચે વકીલાતનો વ્યવસાય કરતા માતાફેર રામગોપાલ પાંડે બેઠા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ ના એક કેસ સંદર્ભે અગાઉ કામ સોંપનાર રાધેશ્યામ જયંતીલાલ દેવમોરારી નામનો શખ્સ ત્યાં ટુ-વ્હીલર લઈને આવી પહોંચ્યો હતો. તેણે કેસના પરિણામ બાબતે પૂછપરછ કરી આપેલી રકમ પરત માંગી હતી. વકીલે ઓનલાઇન ઓર્ડર ચકાસી લેવા અને બાકીની ફી ચૂકવી આપવા જણાવતાં, રાધેશ્યામ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ગંદી ગાળો બોલી મારવા ધસી આવ્યો હતો. ઘટના બાદ પોલીસ કંટ્રોલ રૂમ 112 પર સંપર્ક કરાતાં પીસીઆર વાન પહોંચી હતી. આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં રાધેશ્યામ જયંતીલાલ દેવમોરારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીના માલવણ પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:કારચાલક ફરાર, બજાણા પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    સોમનાથ-રાજકોટ હાઇવે પર પાણીધ્રા પાટિયા નજીક ટ્રાવેલ્સમાં આગ:​પ્રાચી તીર્થથી હવન કરી પરત ફરી રહેલી ટ્રાવેલ્સમાં અચાનક આગ , પછી જેટલા મુસાફરોનો આબાદ બચાવ સામાન બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment