Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના માલવણ પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:કારચાલક ફરાર, બજાણા પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

    1 week ago

    પાટડીના માલવણ હાઈવે પરથી વિદેશી દારૂની 624 બોટલો ભરેલી એક કાર ઝડપાઈ છે. જોકે, કાર ચાલક ફરાર થઈ ગયો. બજાણા પોલીસે દારૂ અને કાર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર ચાલકને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે. વિરમગામથી માલવણ થઈ ધ્રાંગધ્રા તરફ દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી બજાણા પોલીસને મળી. ઇન્ચાર્જ પીઆઇ એ.કે.વાઘેલા અને સ્ટાફે હાઈવે પર છટકું ગોઠવ્યું. વાદળી બલેનો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલક ભાગી છૂટ્યો. પોલીસે પીછો કર્યો, પણ માલવણ હાઈવે પર કાર ચાલક ગાડી મૂકીને નાસી ગયો. બજાણા પોલીસે બલેનો ગાડીની તલાશી લેતા તેમાંથી 192 દારૂની બોટલો (રૂ. 47,424) અને 432 બીયર ટીન (રૂ. 54,000) મળ્યા. કુલ 6,01,424 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેની વધુ તપાસ પીઆઇ એ.કે.વાઘેલા કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં 'સેવા સંકલ્પ યાત્રા'નું સ્વાગત:કાશીથી વડનગર નીકળેલી યાત્રામાં યુવાનો અને ભાજપના આગેવાનો જોડાયા, વિશ્વકર્મા બાઈકરેલીમાં જોડાયા
    Next Article
    સુરતમાં અસામાજિક તત્વો બેફામ:ઝાંપાબજારમાં બાઉન્સરોએ યુવકને ઢોરમાર મારી માથું ફોડી નાખ્યું, અઠવાલાઇન્સ કોર્ટ સામે વકીલને જાહેરમાં ગાળો ભાંડી હુમલાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment