Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં 'સેવા સંકલ્પ યાત્રા'નું સ્વાગત:કાશીથી વડનગર નીકળેલી યાત્રામાં યુવાનો અને ભાજપના આગેવાનો જોડાયા, વિશ્વકર્મા બાઈકરેલીમાં જોડાયા

    1 week ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ભાજપની 'સેવા સંકલ્પ યાત્રા'નું ઉષ્માભર્યું સ્વાગત થયું. કાશીથી વડનગર સુધીની આ યાત્રામાં યુવા સેવા યાત્રીઓ, ભાજપના આગેવાનો અને સ્થાનિક યુવાનો જોડાયા હતા. વિવિધ સમાજના અગ્રણીઓએ પુષ્પવર્ષા કરી યાત્રીઓનું સ્વાગત કર્યું. યાત્રા પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ લુણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા. 'વિકસિત ભારત' થીમ પરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર હતી. આગેવાનોએ બાઇક યાત્રામાં ભાગ લઈ મહાપુરુષોની પ્રતિમાઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આરોગ્ય કેમ્પના લાભાર્થીઓ સાથે વાતચીત કરી સરકારી યોજનાઓના અનુભવો સાંભળ્યા. હરદાસપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 'વિકસિત ભારત યુવા સંવાદ' યોજાયો. યાત્રા હાડોડ પહોંચી, જ્યાં મહીસાગર નદીનું જળ કુંભમાં ઉમેરાયું. ત્યારબાદ યાત્રા બાલાસિનોર તાલુકા તરફ આગળ વધી.
    Click here to Read More
    Previous Article
    યામી ગૌતમ અને આદિત્ય ધરે મુંબઈ છોડ્યું:હિમાચલના 100 વર્ષ જૂના હેરિટેજ ઘરમાં રહેવા ગયા કપલ; આ જ ઘરમાં કર્યા હતા લગ્ન
    Next Article
    પાટડીના માલવણ પાસેથી 624 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:કારચાલક ફરાર, બજાણા પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment