Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યામી ગૌતમ અને આદિત્ય ધરે મુંબઈ છોડ્યું:હિમાચલના 100 વર્ષ જૂના હેરિટેજ ઘરમાં રહેવા ગયા કપલ; આ જ ઘરમાં કર્યા હતા લગ્ન

    1 सप्ताह पहले

    અભિનેત્રી યામી ગૌતમ અને દિગ્દર્શક આદિત્ય ધરએ મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં કાયમી રીતે સ્થાયી થવાનો નિર્ણય લીધો છે. 'ફ્રી પ્રેસ જર્નલ'ના અહેવાલ મુજબ, લાઇમલાઇટથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવા માટે બંને હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા પોતાના ઘરે રહેવા માટે સ્થળાંતરિત થઈ ગયા છે. જોકે, ફિલ્મોના કામકાજને કારણે બંનેનું મુંબઈ આવવું-જવું ચાલુ રહેશે. તાજેતરમાં યોજાયેલા 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ સમારોહમાં યામીને 'આર્ટિકલ 370' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અને આદિત્યને નિર્માતા તરીકેનો અવોર્ડ મળ્યો હતો. લગ્ન પહેલાં 25 એકરની મિલકત ખરીદી હતી 37 વર્ષની યામી ગૌતમનો જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. લગ્ન પહેલાં તેમણે મંડીના ગોહરમાં 25 એકર જમીન પર બનેલું 100 વર્ષ જૂનું હેરિટેજ ઘર ખરીદ્યું હતું. લાકડા અને પથ્થરથી બનેલા આ ઘરની આસપાસ બગીચા છે, જ્યાં સફરજન, બટાકા, આલૂબુખારા અને આદુ ઉગાડવામાં આવે છે. 40 વર્ષના આદિત્ય ધર અને યામી ગૌતમે 4 જૂન 2021ના રોજ આ જ પ્રોપર્ટીમાં લગ્ન કર્યા હતા. મુંબઈના ખારમાં ભાડાના ઘરમાં રહેતા હતા હિમાચલ જતાં પહેલાં આ કપલ મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં આવેલા એક મોટા એપાર્ટમેન્ટમાં રહેતું હતું. આ ઘર ચિત્રકાર ધુરંધર માર્ગ પર આવેલું છે. આદિત્ય ધરે પોતાની ફિલ્મ 'ધુરંધર'ના પ્રમોશન દરમિયાન પોતાના ઘરનું સરનામું પણ જણાવ્યું હતું. 'ધુરંધર' અને 'ધુરંધર 2'ની સફળતા બાદ કપલનું આ ઘર ખરીદવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે તેમણે હિમાચલને પોતાનું કાયમી ઠેકાણું બનાવી લીધું છે. 2024માં માતા-પિતા બન્યા યામી અને આદિત્ય મે 2024માં માતા-પિતા બન્યા હતા. તેમના પુત્રનું નામ વેદાવિદ છે. કપલે પોતાના પુત્રની privacyનું ધ્યાન રાખતાં તેનો ચહેરો મીડિયા અને સોશિયલ મીડિયા પર બતાવ્યો નથી. યામીએ ગયા વર્ષે પુત્ર સાથેની એક તસવીર શેર કરી હતી, પરંતુ તેમાં પણ ચહેરો છુપાવી રાખ્યો હતો. તાજેતરમાં કપલને મળ્યો નેશનલ અવૉર્ડ 72મા નેશનલ ફિલ્મ અવૉર્ડમાં યામી ગૌતમને ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. જ્યારે તેમના પતિ ફિલ્મમેકર આદિત્ય ધરની ફિલ્મ ‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મનો અવૉર્ડ મળ્યો. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝી બાદ વધી કુલ સંપત્તિ રિપોર્ટ્સ મુજબ, યામી અને આદિત્યની સંયુક્ત નેટવર્થ લગભગ 100થી 125 કરોડ રૂપિયા છે. તેમાં યામી ગૌતમની વ્યક્તિગત નેટવર્થ 90 કરોડ રૂપિયા છે, જે તેમની એક્ટિંગ અને જાહેરાતોમાંથી આવે છે. બીજી તરફ, ફિલ્મ 'ઉરી' અને 'ધુરંધર'ના ડિરેક્ટર આદિત્ય ધરની સંપત્તિ 20થી 60 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવી હતી. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીના સહ-નિર્માતા હોવાને કારણે તેમની કુલ સંપત્તિમાં વધુ વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    Handcuffed man escapes police and scales wall barefoot
    Next Article
    લુણાવાડામાં 'સેવા સંકલ્પ યાત્રા'નું સ્વાગત:કાશીથી વડનગર નીકળેલી યાત્રામાં યુવાનો અને ભાજપના આગેવાનો જોડાયા, વિશ્વકર્મા બાઈકરેલીમાં જોડાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment