Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના પોરડા ગામે ફળિયામાં સૂતેલા વૃદ્ધની હત્યા:રાત્રે અજાણ્યા શખસે હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના અંધારામાં અજાણ્યા શખસે હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફળીયામાં સૂતા વૃદ્ધ પર હુમલો પોરડા ગામે રહેતા 69 વર્ષીય કડવાજી લક્ષ્મણજી ઠાકોર રાત્રિના સમયે પોતાના ઘરના ફળીયામાં સૂતા હતા. તેમનો દીકરો, પુત્રવધૂ અને બાળકો ઘરની અંદર સૂતા હતા. દરમિયાન રાત્રિના અંધારામાં કોઈ અજાણ્યો શખસ ઘરમાં પ્રવેશ્યો હતો અને ફળીયામાં સૂઈ રહેલા કડવાજી લક્ષ્મણજી ઠાકોર પર કોઈ હથિયાર વડે ઘા ઝીંકી ઘાતકી હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. રાડ-બૂમ થતાં પરિવારજનો જાગી ગયા હુમલા બાદ રાડ-બૂમ અને દેકારો થતાં ઘરમાં સૂઈ રહેલા પરિવારજનો સફાળા જાગી ગયા હતા. ત્યારબાદ તેમણે આજુબાજુમાં રહેતા લોકોને બનાવની જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પાટડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઈ-પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ઘાતકી હત્યાની જાણ થતાં પાટડી પોલીસ મથકના પીઆઈ આઈ.એમ. હુદડ, પીએસઆઈ એચ.એચ. ગોહિલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક પોરડા ગામે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરિવારજનોના આક્રંદથી ગમગીનીનો માહોલ હત્યાની ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ અને રોકકળ જોવા મળી હતી. પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે પરિવારજનોના નિવેદન લીધા પાટડી પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા છે અને હત્યા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હુમલાખોર કોણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર કેસની વધુ તપાસ પાટડી પીએસઆઈ એચ.એચ. ગોહિલ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સ્વતંત્રતા દિવસ સાયકલિંગ રાઈડ યોજાઈ:100થી વધુ સાયકલિસ્ટોએ ફિટનેસનો સંદેશ આપ્યો
    Next Article
    NH48 પર ખાડાને કારણે ગણપતિ પ્રતિમા ખંડિત:મુંબઈથી સુરત લઈ જવાતી શ્રીજીની પ્રતિમા વલસાડ પાસે રસ્તા પર પટકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment