Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NH48 પર ખાડાને કારણે ગણપતિ પ્રતિમા ખંડિત:મુંબઈથી સુરત લઈ જવાતી શ્રીજીની પ્રતિમા વલસાડ પાસે રસ્તા પર પટકાઈ

    1 day ago

    મુંબઈથી સુરત લઈ જવાઈ રહેલી ગણપતિજીની પ્રતિમા વલસાડ જિલ્લામાંથી પસાર થતી વખતે નેશનલ હાઈવે-48 પર સરોધી ગામ નજીક રસ્તા પરના ખાડાઓને કારણે ટ્રકમાંથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થઈ હતી, જેનાથી મંડળના સભ્યોમાં દુઃખની લાગણી પ્રસરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ગણપતિ મંડળ દ્વારા મુંબઈથી સુરત તરફ લઈ જવાઈ રહેલી પ્રતિમાવાળી ટ્રક સરોધી ગામ નજીક NH48 પરથી પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તા પરના મોટા ખાડાઓના કારણે વાહન હચમચી ગયું હતું અને પ્રતિમા ટ્રકમાંથી રસ્તા પર પટકાઈ હતી. આ ઘટના બનતા જ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મંડળના સભ્યોએ તાત્કાલિક ઘટનાસ્થળે ક્રેન બોલાવી હતી. ક્રેનની મદદથી પ્રતિમાને સાવચેતીપૂર્વક રસ્તા પરથી ઉઠાવીને ફરી ટ્રકમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પવિત્ર ગણપતિ પ્રતિમા રસ્તા પર પટકાઈને ખંડિત થતાં મંડળના સભ્યોમાં રોષ અને દુઃખ જોવા મળ્યું હતું. સરોધી નજીક હાઈવે પરના ખાડાઓને કારણે બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકો અને સ્થાનિક લોકોએ NH48ના કામકાજ સામે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે જો હાઈવે પરના ખાડાઓ સમયસર પૂરવામાં આવે તો આવી ઘટનાઓ ટાળી શકાય છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી રસ્તાની સ્થિતિ સુધારવા તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીના પોરડા ગામે ફળિયામાં સૂતેલા વૃદ્ધની હત્યા:રાત્રે અજાણ્યા શખસે હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા
    Next Article
    What Happens When Millions Of Young Indians Can't Find Their First Job?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment