Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ-રાજકોટ હાઇવે પર પાણીધ્રા પાટિયા નજીક ટ્રાવેલ્સમાં આગ:​પ્રાચી તીર્થથી હવન કરી પરત ફરી રહેલી ટ્રાવેલ્સમાં અચાનક આગ , પછી જેટલા મુસાફરોનો આબાદ બચાવ સામાન બળીને ખાખ

    1 week ago

    ​સોમનાથ-રાજકોટ ફોરલેન પર આવેલા પાણીધ્રા પાટિયા નજીક એક મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં અગમ્ય કારણોસર ફોર્ડ કંપનીની એક ટ્રાવેલ્સ બસમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રાવેલ્સમાં કેશોદના પરિવારજનો સવાર હતા, જેઓ પ્રાચી તીર્થ ખાતે હવન અને પિતૃ કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ગમખ્વાર ઘટના બની હતી. વાહનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ​આ ગંભીર દુર્ઘટનામાં સદનસીબે ટ્રાવેલ્સમાં સવાર અંદાજે 25 જેટલા મુસાફરો તેમજ ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. સમયસર મુસાફરો નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી, પરંતુ આગ એટલી ભીષણ હતી કે ટ્રાવેલ્સ પૂરેપૂરી સળગી ગઈ હતી અને અંદર રહેલા પેસેન્જરોનો સામાન તથા અન્ય તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની આ ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા લોકો અને વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ​આ બનાવની જાણ થતાં જ માળીયા હાટીના પોલીસ સ્ટેશનનો કાફલો અને સંબંધિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ટ્રાવેલ્સના ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ અને તંત્ર દ્વારા વાહનમાં આગ લાગવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં અસામાજિક તત્વો બેફામ:ઝાંપાબજારમાં બાઉન્સરોએ યુવકને ઢોરમાર મારી માથું ફોડી નાખ્યું, અઠવાલાઇન્સ કોર્ટ સામે વકીલને જાહેરમાં ગાળો ભાંડી હુમલાનો પ્રયાસ
    Next Article
    नीतीश के आगे नतमस्तक बीजेपी, सत्ता मिली मगर राजपाट नहीं

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment