Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે બોલાચાલી:સરૂસેકશન રોડ પર એસ્ટેટ શાખાએ દબાણ હટાવ્યા, પોલીસ બોલાવવી પડી

    1 day ago

    જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ સરૂસેકશન રોડ પર ફૂટપાથ પરના દબાણો હટાવ્યા. પહેલા પણ દબાણ કરનારાઓને જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ હતી, છતાં કેટલાક ફેરિયાઓએ ફરીથી સામાન પાથરી દબાણ કર્યું હતું. આજે રવિવારે એસ્ટેટ શાખાની ટીમ ફરી દબાણ હટાવવા પહોંચી. કામગીરી વખતે કેટલાક દબાણ કરનારાઓએ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે બોલાચાલી કરી. મામલો ગરમાતા 112 પોલીસને જાણ કરાઈ, જે ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો. એસ્ટેટ શાખાએ કેટલાક દબાણ કરનારાઓનો સામાન જપ્ત કરીને ઓફિસમાં જમા કરાવ્યો. કેટલાકને પોલીસ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં માફીપત્ર લખાવ્યા પછી તેમને છોડી દેવાયા. દબાણ કરનારાઓને ફરીથી દબાણ ન કરવા અને સ્ટાફ સાથે ખરાબ વર્તન ન કરવા સૂચના અપાઈ. કાર્યવાહી પછી સરૂસેકશન રોડ પરથી દબાણો હટી ગયા અને ફૂટપાથ ખુલ્લી દેખાઈ.
    Click here to Read More
    Previous Article
    કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ઝડપાઈ:સુરતની પુણા પોલીસે સાસણગીરમાંથી દબોચી લીધી, મારામારી અને એટ્રોસિટી સહિત 6 ગુના
    Next Article
    નિવૃત્ત ન્યાયાધીશ અંબાલાલ પટેલે બ્લુઝોન ફેક્ટરીની મુલાકાત લીધી:ગુજરાત સરકારના Director of Prosecution પણ છે, સિરામિક ઉદ્યોગની જાણકારી મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment