Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત ન્યાયાધીશ અંબાલાલ પટેલે બ્લુઝોન ફેક્ટરીની મુલાકાત લીધી:ગુજરાત સરકારના Director of Prosecution પણ છે, સિરામિક ઉદ્યોગની જાણકારી મેળવી

    1 day ago

    ગુજરાતના નિવૃત્ત ન્યાયાધીશ અને ગુજરાત સરકારના Director of Prosecution (DOP) અંબાલાલ આર. પટેલે તેમના પત્ની સાથે મોરબીમાં આવેલી બ્લુઝોન ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ સમયે મોરબીના DGP વિજયભાઈ જાની પણ હાજર રહ્યા હતા. બ્લુઝોન ફેક્ટરી ખાતે અંબાલાલ આર. પટેલ અને તેમના પત્નીનું સન્માન કરવામાં આવ્યું. મુલાકાત દરમિયાન તેમણે ફેક્ટરીના અલગ-અલગ વિભાગો જોયા અને સિરામિક ઉત્પાદન પ્રક્રિયા વિશે માહિતી મેળવી. તેમણે સિરામિક ઉત્પાદનો બનાવવામાં વપરાતી આધુનિક ટેકનોલોજી, ગુણવત્તા જાળવણી, ઉત્પાદનની રીતો અને મોરબીના સિરામિક ઉદ્યોગના કામકાજ અને વિકાસ વિશે રસપૂર્વક જાણકારી લીધી. મોરબી સિરામિક ઉદ્યોગ માટે વિશ્વભરમાં ખાસ ઓળખ ધરાવે છે. અંબાલાલ પટેલે સ્થાનિક ઉદ્યોગના કામકાજ અને ઉત્પાદન પ્રણાલી વિશે માહિતી મેળવી ફેક્ટરી સંચાલકો સાથે અલગ-અલગ વિષયો પર ચર્ચા કરી. આ મુલાકાત બ્લુઝોન પરિવાર માટે સન્માનજનક રહી. મુલાકાતના અંતે બ્લુઝોન પરિવારે તેમનો આભાર માન્યો અને શુભેચ્છાઓ આપી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે બોલાચાલી:સરૂસેકશન રોડ પર એસ્ટેટ શાખાએ દબાણ હટાવ્યા, પોલીસ બોલાવવી પડી
    Next Article
    'Israelis, Emiratis, Indians vs Terror': Diplomacy In Israel's flydubai Post

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment