Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત-રાજસ્થાન સરહદે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી:ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત, ક્લીનરનો બચાવ; હાઈવે પર ટ્રાફિક જામ, આગનું કારણ અકબંધ

    1 day ago

    ગુજરાત-રાજસ્થાન સરહદે રતનપુર પાસે એક કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, આજે રતનપુર પાસે કેમિકલ ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. ડ્રાઈવરે ટ્રકને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રક પલટી ગયો અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો. આગને કારણે ડ્રાઈવર ટ્રકમાંથી બહાર નીકળી શક્યો નહીં અને તેનું મોત થયું. જોકે, ક્લીનર સમયસર ટ્રકમાંથી કૂદી પડતા તેનો જીવ બચી ગયો. નેશનલ હાઈવે પર આગની આ ઘટનાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિકને એક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં વણકર સમાજ ભવનના નિર્માણ કાર્યની મુલાકાત:પદ્મનાભ મંદિર સામે બની રહેલા આધુનિક ભવનનું નિરીક્ષણ કરાયું
    Next Article
    યુવા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, સંગઠન મજબૂત કરવા રણનીતિ ઘડાઈ:યુવાનોના હક્ક અને જનતાના પ્રશ્નો માટે આંદોલનાત્મક કાર્યક્રમોની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment