Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વણકર સમાજ ભવનના નિર્માણ કાર્યની મુલાકાત:પદ્મનાભ મંદિર સામે બની રહેલા આધુનિક ભવનનું નિરીક્ષણ કરાયું

    1 day ago

    પાટણમાં વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા પદ્મનાભ મંદિર સામે સમાજ ભવન અને લાયબ્રેરીનું નિર્માણ ચાલી રહ્યું છે. આ ભવન વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તાજેતરમાં ટ્રસ્ટના હોદ્દેદારો, પાટણ શહેરના આગેવાનો અને યુવાનોએ બાંધકામ સ્થળની મુલાકાત લીધી. પ્રમુખ ડૉ. અનિલભાઈ પી. પરમાર, મહામંત્રી મુકેશભાઈ યુ. પરમાર અને કારોબારી સભ્ય રસિકભાઈ સી. જાદવ હાજર રહ્યા. તેમણે કામની પ્રગતિ જોઈ ખુશી વ્યક્ત કરી. ભવનમાં લાયબ્રેરી, કમ્પ્યુટર સુવિધા અને નિષ્ણાતોના માર્ગદર્શનથી યુવક-યુવતીઓ GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરી શકશે. ૬૦×૫૩ ફૂટનો વિશાળ હોલ ૨૫૦ લોકોની બેઠક વ્યવસ્થા સાથે સામાજિક પ્રસંગો માટે ઉપયોગી. બીજા માળે છ AC રૂમ અને શૌચાલય સાથે બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની સગવડ. પ્રમુખ ડૉ. અનિલભાઈ પરમારે દિવાળી આસપાસ બે માળનું કામ પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. બાળકોના શિક્ષણ માટે દાન આપવા અપીલ કરાઈ. દાન આવકવેરા કાયદા હેઠળ કરમુક્તિ પાત્ર છે. સંપર્ક: ૯૭૨૩૭૧૯૭૭૩.
    Click here to Read More
    Previous Article
    ગુંદી ગામે કિસાન મોરચાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો:ખેતી, સિંચાઈ, વીજળી અને પાકના વળતર સહિતના મુદ્દે ચર્ચા થઈ
    Next Article
    ગુજરાત-રાજસ્થાન સરહદે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી:ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત, ક્લીનરનો બચાવ; હાઈવે પર ટ્રાફિક જામ, આગનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment