Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુંદી ગામે કિસાન મોરચાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો:ખેતી, સિંચાઈ, વીજળી અને પાકના વળતર સહિતના મુદ્દે ચર્ચા થઈ

    1 day ago

    પંચમહાલ જિલ્લા કિસાન મોરચા દ્વારા ગુંદી ગામે "હાલો ભેરુ ગામડે" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ સાથે સીધો સંવાદ કરીને ખેતી અને ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરાઈ. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. ખેડૂતોએ ખેતીમાં પડતી મુશ્કેલીઓ, સિંચાઈ, વીજળી, પાકના વળતર, ખાતર-બિયારણ અને સરકારી યોજનાઓ જેવા મુદ્દાઓ પર રજૂઆતો કરી. આગેવાનોએ ખેડૂતોની રજૂઆતો ધ્યાનથી સાંભળી. તેમણે સંબંધિત પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું અને સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય સ્તરે કાર્યવાહી કરવાની ખાતરી આપી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ, વડીલો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ અંતે ઉપસ્થિત તમામનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    એવરેસ્ટનો જીરા પાવડર સેમ્પલ ટેસ્ટમાં 'અસુરક્ષિત' નીકળ્યો:FSSAIએ પેકેટ પાછા મંગાવવાનો આદેશ આપ્યો, ક્રિએટિવ બેકર્સનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યું
    Next Article
    પાટણમાં વણકર સમાજ ભવનના નિર્માણ કાર્યની મુલાકાત:પદ્મનાભ મંદિર સામે બની રહેલા આધુનિક ભવનનું નિરીક્ષણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment