Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એવરેસ્ટનો જીરા પાવડર સેમ્પલ ટેસ્ટમાં 'અસુરક્ષિત' નીકળ્યો:FSSAIએ પેકેટ પાછા મંગાવવાનો આદેશ આપ્યો, ક્રિએટિવ બેકર્સનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યું

    1 day ago

    ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રી-પેક્ડ જીરા પાઉડરના એક બેચને બજારમાંથી પાછો મંગાવવાનો આદેશ જાહેક કર્યો છે. આ ઉપરાંત કન્ઝ્યુમર હેલ્થ સાથે જોડાયેલા ઉલ્લંઘનના અન્ય એક મામલામાં કાર્યવાહી કરતાં FSSAIએ મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. એવરેસ્ટ વિરુદ્ધ આ પગલું લેબોરેટરી તપાસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક અવશેષો મળી આવ્યા બાદ લેવામાં આવ્યું છે, જ્યારે બેકરીમાં સ્વચ્છતા, સફાઈ અને ફૂડ સેફ્ટીમાં અનેક ગંભીર ખામીઓ મળી આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ગોવાના રિસોર્ટમાંથી એવરેસ્ટ જીરા પાઉડરનો સેમ્પલ લેવામાં આવ્યો હતો અન્ય એક કાર્યવાહી હેઠળ, FSSAIએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સના "પ્રી-પેક્ડ જીરા પાઉડર" અંગે રિકોલ ઓર્ડર જાહેર કર્યો છે. નિયમનકારી સેમ્પલ ગોવા સ્થિત મેસર્સ રિવરસાઇડ રિસોર્ટ્સ એન્ડ હોલિડે હોમ્સ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાંથી લેવામાં આવ્યો હતો. ફૂડ એનાલિસ્ટની રિપોર્ટમાં ઉત્પાદનમાં એઝોક્સિસ્ટ્રોબિન (Azoxystrobin) અને થાયામેથોક્સમ (Thiamethoxam) નામના કીટનાશક અવશેષો નિર્ધારિત મહત્તમ મર્યાદા (MRL) કરતાં વધુ પ્રમાણમાં મળી આવ્યા. રેફરલ લેબોરેટરીએ પણ સેમ્પલને 'અસુરક્ષિત' જાહેર કર્યું ફૂડ એનાલિસ્ટ દ્વારા સેમ્પલને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ "અસુરક્ષિત" (UNSAFE) જાહેર કરવામાં આવ્યા બાદ કંપનીને રિપોર્ટને પડકારવાની તક આપવામાં આવી. અપીલ પ્રક્રિયા હેઠળ સેમ્પલને વધુ તપાસ માટે 'રેફરલ ફૂડ લેબોરેટરી'માં મોકલવામાં આવ્યું. રેફરલ લેબોરેટરીએ પણ પુષ્ટિ કરી કે સેમ્પલ "અસુરક્ષિત" છે અને બંને કીટનાશકો નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રમાણમાં હાજર છે. બેચ નંબર E080668761ને બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચવાના નિર્દેશ તપાસ રિપોર્ટની પુષ્ટિ થયા બાદ FSSAIએ નિર્દેશ આપ્યો છે કે અસરગ્રસ્ત "પ્રી-પેક્ડ જીરું પાવડર"નો બેચ નંબર E080668761 બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. કંપનીને પાછા મંગાવવામાં આવેલા આ ઉત્પાદનનું સંપૂર્ણ દસ્તાવેજીકરણ જાળવી રાખવા અને નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં રિકોલની માહિતી અને સ્ટેટસ રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સાથે જ, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સુધારાત્મક પગલાં લેવા અને રિકોલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરેક્ટિવ એક્શન રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું છે. ગંદકી, ધૂળ અને માખીઓ મળી; બેકરીનું લાઇસન્સ સસ્પેન્ડ FSSAIએ મેસર્સ ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સના ફૂડ પરિસરના નિરીક્ષણ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ જણાયા બાદ કંપનીનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. નિરીક્ષણ ટીમને ફૂડ પ્રોડક્શન અને હેન્ડલિંગ વિસ્તારમાં ગંદકી, ધૂળ, કરોળિયાના જાળા અને માખીઓ મળી આવી હતી. આ ઉપરાંત ઝડપથી બગડી શકે તેવા કાચા માલને (પેરિશેબલ રો મટિરિયલ) ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે કાચા અને અર્ધ-તૈયાર (સેમી-ફિનિશ્ડ) ઉત્પાદનો રાખવા માટે કાટ લાગેલા અને અપૂરતી રીતે સાફ કરાયેલા કન્ટેનરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તપાસ દરમિયાન જોવા મળ્યું કે જ્યાં ખોરાક તૈયાર કરવામાં આવતો હતો, ત્યાં જ કચરો, જૂનો સ્ટોક, રિજેક્ટેડ માલ અને ભંગાર (સ્ક્રેપ) જમા કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કાટ લાગેલા સાધનો, ઉખડતો રંગ, ભેજ અને તૂટેલી ફ્લોર ટાઇલ્સે બેકરીમાં સ્વચ્છતાની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી હતી. ફરજિયાત રેકોર્ડ્સ ગાયબ, તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર રોક FSSAIને બેકરી દ્વારા ફરજિયાત ખાદ્ય સુરક્ષા રેકોર્ડ્સ જાળવવામાં પણ ગંભીર ખામીઓ જોવા મળી. પાણી અને તૈયાર ઉત્પાદનના પરીક્ષણ, સમય-તાપમાન મોનિટરિંગ, સાધનોનું કેલિબ્રેશન, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, મોક રિકોલ, ગ્રાહક ફરિયાદો, કર્મચારીઓની તાલીમ અને ઓડિટ સંબંધિત રેકોર્ડ્સ યોગ્ય રીતે જાળવવામાં આવ્યા નહોતા. આ પછી કંપનીનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તમામ ફૂડ બિઝનેસ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Jantar-Mantar Protest: महिला पत्रकारों से बदसलूकी? मचा बवाल, Crime Branch करेगी जांच |Rahul Gandhi
    Next Article
    ગુંદી ગામે કિસાન મોરચાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો:ખેતી, સિંચાઈ, વીજળી અને પાકના વળતર સહિતના મુદ્દે ચર્ચા થઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment