Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો સપ્તાહ અને વિરોધ પ્રદર્શનની જાહેરાત.:જૂનાગઢમાં કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ચૂંટણી પંચ સામે આક્રમક આંદોલન અને 'મત બચાવો-દેશ બચાવો' કૂચની વિગતો સાથે પ્રેસ કોન્ફરન્સનું કર્યું આયોજન.

    2 days ago

    ​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 2 થી 8 ઓક્ટોબર, 2026 દરમિયાન "લોકશાહી બચાવો સપ્તાહ" ની ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ચૂંટણી પંચના સંસ્થાકીય કબજાના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા તથા તેમની સામે ધરપકડ અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આ આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં "મત બચાવો - દેશ બચાવો" કૂચ યોજવામાં આવશે, જે અંતર્ગત જિલ્લા અને તાલુકા સ્તરે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ​જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે,આજના સમયમાં સૌથી મહત્વનો મુદ્દો લોકશાહી બચાવવાનો છે, જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ઇન્ડિયન એલાયન્સ દ્વારા દેશભરમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલી કથિત વોટ ચોરી સામે મોટી મોહિમ ચલાવવામાં આવી રહી છે. દેશભરમાંથી 13 કરોડથી વધુ મતદારોના નામ કાઢી નાખવાના વિરોધમાં અને ચૂંટણી કમિશનરના તત્કાલિક રાજીનામાની માંગ સાથે ગામડાઓ સુધી આ સપ્તાહનો કાર્યક્રમ પહોંચાડવામાં આવશે. ​યુવાનોની લડાઈ અને 'જેન ઝી' (Gen Z) ના મુદ્દાઓને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલી મુહિમના ભાગરૂપે ગુજરાતમાં "છાત્રો કી ગુંજ" નો મહત્વનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ મુહિમ ગામડાઓ સુધી પહોંચે અને તમામ યુવા વર્ગ તેમાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના કમિશનર દ્વારા ભાજપના એજન્ટ તરીકે કામ કરવાના આક્ષેપ સાથે તેમનું રાજીનામું તુરંત લેવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે. આગામી ચારથી પાંચ દિવસ બાદ ઇન્ડિયન એલાયન્સના તમામ સાથી પક્ષોને સાથે રાખીને જિલ્લાના વડા મથકે લોકશાહી બચાવો અને વોટ ચોરી વિરુદ્ધ ભવ્ય કૂચ યોજવામાં આવશે. ​આ ઉપરાંત, તા. 3 થી 7 ઓક્ટોબર દરમિયાન તમામ તાલુકા અને શહેરની કારોબારી બેઠકો બોલાવીને વિવિધ રચનાત્મક કાર્યક્રમોની સમીક્ષા અને આયોજન કરવા સૂચના અપાઈ છે. જેમાં એ.આઈ.સી.સી. ના કાર્યક્રમોની તૈયારીઓ, મંડળ, સેક્ટર તથા તાલુકાના હોદ્દેદારોના ગુગલ ફોર્મ ભરાવવા, દર મહિને સ્થાનિક મુદ્દાઓ પર આંદોલનની રૂપરેખા તૈયાર કરવી, સંગઠનની સમીક્ષા તેમજ ગ્રામ સમિતિઓ અને બૂથ લેવલ એજન્ટની નિમણૂકો ત્વરિત કરાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત "વોટ ચોરી" ના વિરોધમાં યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે ગામદીઠ ઓછામાં ઓછા પાંચ લોકોની હાજરી સુનિશ્ચિત કરવી અને રાહુલ ગાંધીના "છાત્રો કી ગુંજ" કાર્યક્રમમાં તાલુકામાંથી 200 વિદ્યાર્થીઓને લઈ જવાની જવાબદારીની વહેંચણી કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    8 માસથી ફરાર છેતરપિંડીનો આરોપી પાટણથી પકડાયો:આણંદના સોજીત્રા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ મહાવિરસિંહ ઝાલા સામે લૂંટ અને પ્રોહિબિશનના પણ ગુના
    Next Article
    2016થી પેન્ડિંગ 265 અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાયો:150 અધ્યાપકોના CASના ઓર્ડર પેન્ડિંગ, પ્રોફેસરોની 50% જગ્યા ભરવા, ટ્રાન્સફર સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા અધ્યાપક મંડળની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment