Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2016થી પેન્ડિંગ 265 અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાયો:150 અધ્યાપકોના CASના ઓર્ડર પેન્ડિંગ, પ્રોફેસરોની 50% જગ્યા ભરવા, ટ્રાન્સફર સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા અધ્યાપક મંડળની માગ

    2 days ago

    રાજ્યની સરકારી અને અનુદાનિત ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી કોલેજના અધ્યાપકોના 2016થી પેન્ડિંગ પડેલા કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળના ઓર્ડરનો ઉકેલ લાવવામાં આવ્યો છે. અધ્યાપકોના સાતમાં પગારપંચની કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) અંતગર્ત છઠ્ઠા/સાતમાં પગારપંચ મુજબ જુદા જુદા એકેડેમિક ગ્રેડ પે એકેડેમિક લેવલ મુવમેન્ટનો લાભ આપવામાં આવ્યો છે. અનેક રજૂઆત બાદ ડિગ્રીના 92 અને ડિપ્લોમાના 173 અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. જોકે હજુ પણ 150 જેટલા અધ્યાપકોને CASના થયા નથી. તેમજ ખાલી જગ્યાઓ પર ભરતી, ટ્રાન્સફર સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ ઇજનેરી અધ્યાપક મંડળે માગ કરી છે. 11 હજાર સુધીના કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ લાભ આપવા નિર્ણય રાજ્યના સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપક મંડળ દ્વારા છેલ્લા સમયથી પડતર પ્રશ્નોને લઈને આંદોલનાત્મક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ રજૂઆત પણ કરી છે. પરંતુ હવે શિક્ષણ મંત્રી અને ટેકનિકલ શિક્ષણ કમિશનર સાથે બેઠક થયા બાદ 2016થી પેન્ડિંગ પડેલા કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ ઓર્ડરના ઉકેલ લાવવામાં આવ્યો છે. જેમાં ડિગ્રી અને ડિપ્લોમાના થઈને કુલ 265 જેટલા અધ્યાપકોને 9 હજારથી લઈને 11 હજાર સુધીના કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2016 પછી ક્લાસ 1, 2 અને 3ની જગ્યાઓ પર ભરતી નથી કરાય જોકે હજુ પણ અનેક પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે. અધ્યાપકોની ટ્રાન્સફર ચાર વર્ષ પહેલા એટલે કે 2022માં કરવામાં આવી હતી. પરંતુ અનેક રજૂઆત બાદ 2022 પછી મેડિકલ સહિતના મુદ્દાઓને લઈને ટ્રાન્સફર માટે રજૂઆત કરતા અધ્યાપકોની માંગણી સ્વીકારવામાં આવી નથી. તેમજ 2016 પછી વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત કરવામાં ન આવતા સરકારી ઇજનેરી કોલેજમાં મોટા પ્રમાણમાં પ્રોફેસર સહિતની જગ્યાઓ ખાલી પડી છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી ખાલી પડેલી જગ્યા ઉપર તાત્કાલિક ભરતી કરવા માટે માંગ કરવામાં આવી છે. સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપક મંડળના જનરલ સેક્રેટરી પંકજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારા અધ્યાપક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ મુદ્દોને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. CAS, ટ્રાન્સફર, સેવા સળંગ, વર્ગ 3ની ભરતી સહિતના તમામ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને શિક્ષણ મંત્રી અને ટેકનિકલ કમિશનર સાથે મીટીંગ યોજાઇ હતી જેમાં પણ તમામ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે બાંહેદરી આપવામાં આવી હતી. જેમાં 192 અને ત્યારબાદ 92 લોકોનો CASનો ઓર્ડર કરવામાં આવ્યો છે. '50 અધ્યાપકોના CAS ઓર્ડર બાકી છે, તેનો ઉકેલ આવ્યો નથી' અન્ય પડતર માંગણીઓને લઈને પંકજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જેમાં હજુ પણ 150 જેટલા અધ્યાપકોના CAS ઓર્ડર બાકી છે તેનો ઉકેલ આવ્યો નથી. ઘણા બધા એવા આધ્યાકો છે કે જેમાં પતિ અને પત્ની અલગ અલગ કોલેજોમાં નોકરી કરે છે તે માટે રજૂઆત કરી કે તેમને એક જ જગ્યાએ મૂકવામાં આવે. તેમજ જે લોકોના મેડિકલ પ્રોબ્લેમ છે તેના ટ્રાન્સફર માટે પણ અનેક વખત રજૂઆત કરી છે, જેનો ઉકેલ આવે તેવી આશા રાખીએ છીએ. 2016થી વહીવટી નિર્ણય ન થતા CASના ઓર્ડર પેન્ડિંગ પડ્યા હતા તેમાંથી કેટલાક બોર્ડરનો ઉકેલ લાવવામાં આવ્યો છે. પ્રોફેસરોની 50% ખાલી જગ્યા ભરવા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા માગ રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને પંકજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી અધ્યાપકો અને અધ્યાપક મંડળ ટ્રાન્સફર માટે રજૂઆત કરી રહ્યું છે. વર્ગ 3માં 70 ટકા સ્ટાફ, વર્ગ 1માં 25થી 30 ટકા જગ્યા હજુ પણ ખાલી છે, તેમજ વર્ગ 1 એટલે કે પ્રોફેસરમાં 50 ટકા જગ્યાઓ ખાલી છે જેમાં ભરતી કરવામાં આવે અને પ્રમોશન આપવામાં આવે તેવી પણ સરકાર પાસે માંગ કરીએ છીએ. છેલ્લે 2016માં ભરતી માટે જાહેરાત બહાર પાડી 2020માં ઓર્ડર થયા હતા જે બાદ હજુ સુધી ભરતી બહાર પાડવામાં આવી નથી. સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની અછત અમદાવાદની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરની 22, એસોસીએટ પ્રોફેસરની 23 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 44 જગ્યાઓ ખાલી પડી છે. તો વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરની 2, એસોસીએટ પ્રોફેસરની 7 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 26 જગ્યાઓ ખાલી પડી છે. 2016 પછી ભરતીની જાહેરાત કરવામાં ન આવતા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો સપ્તાહ અને વિરોધ પ્રદર્શનની જાહેરાત.:જૂનાગઢમાં કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ચૂંટણી પંચ સામે આક્રમક આંદોલન અને 'મત બચાવો-દેશ બચાવો' કૂચની વિગતો સાથે પ્રેસ કોન્ફરન્સનું કર્યું આયોજન.
    Next Article
    'ગવર્નમેન્ટને પૈસાની જરૂર હશે!':કેટલાક લોકો અફોર્ડ નહીં કરી શકે; GMDC વાઇબ્રન્ટ નવરાત્રિમાં ₹100ના ચાર્જને લઈ અમદાવાદીઓએ શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment