Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ બાદ નર્મદામાં જર્જરિત રસ્તાઓનું સમારકામ શરૂ:પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી, અનેક ગામોને જોડતા માર્ગો પર કામ

    1 day ago

    વરસાદ પૂરો થયા બાદ નર્મદા જિલ્લામાં ખરાબ થયેલા મુખ્ય રસ્તાઓના સમારકામ માટે પંચાયત (માર્ગ અને મકાન) વિભાગે ઝડપથી કામગીરી શરૂ કરી છે. લોકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને અનેક ગામોને જિલ્લા મુખ્ય મથક સાથે જોડતા જરૂરી રસ્તાઓને સારા બનાવવા આ કામગીરી ચાલી રહી છે. નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ સોનીએ જણાવ્યું કે, પંચાયત માર્ગ અને મકાન વિભાગે રાજપીપળા-થરી-લાછરસ રોડ પર હોટમિક્સ મટીરીયલથી પેવર પટ્ટા બનાવ્યા છે. આ રસ્તો ઘણા ગામોને જિલ્લા મથક સાથે જોડે છે, તેથી તે સ્થાનિક લોકો માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, ઢોચકી-ઉંમરખાડા રોડ, બામણફળિયા એપ્રોચ રોડ અને જીઓર-નાનીમોટી પનોતી રોડ પર પેચવર્કનું કામ પણ પૂરું થયું છે. વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ થવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં રાહત મળશે અને વાહનચાલકોની મુશ્કેલીઓ પણ ઘટશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ લોકો માટે ઉપયોગી રસ્તાઓના કામને પ્રાથમિકતા આપી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રવિ પાક માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ ખુલ્યું:MSP નોંધણીની મુદત 15 દિવસ લંબાઈ, ખેડૂતો માટે કૃષિ વિભાગના બે મોટા નિર્ણય
    Next Article
    નેત્રમ અંતર્ગત સપ્ટેમ્બરમાં ટ્રાફિક નિયમોના ભંગબદલ 4,292 ઈ-ચલણ જનરેટ:PTZ કેમેરાની નજરે જાહેરમાં બિયર પીતા શખસો ઝડપાયા, 4 ટીન જપ્ત કરી પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment