Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેત્રમ અંતર્ગત સપ્ટેમ્બરમાં ટ્રાફિક નિયમોના ભંગબદલ 4,292 ઈ-ચલણ જનરેટ:PTZ કેમેરાની નજરે જાહેરમાં બિયર પીતા શખસો ઝડપાયા, 4 ટીન જપ્ત કરી પોલીસે ગુનો નોંધ્યો

    1 day ago

    ભાવનગર પોલીસની તીસરી આંખ નેત્રમ ટીમે સપ્ટેમ્બર મહિના દરમિયાન CCTVની મદદથી રિક્ષામાં ભૂલાયેલા રોકડ, દસ્તાવેજો, કિંમતી સામાન, મોબાઈલ ફોન શોધીને અરજદારોને પરત અપાવ્યા છે. આ ઉપરાંત જાહેર સ્થળે દારૂ પીતા શખસને 4 બિયરના ટીન સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે અને ચોરાઉ બાઇક શોધી મૂળ માલિકને સોંપવામાં આવી હતી. સાથે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરી એક માસમાં 4,292 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. પર્સ, બેગ, ચોરાઉ બાઈક, રિક્ષામાં ભૂલી ગયેલ રોકડ અને મોબાઈલ શોધી અરજદારોને પરત અપાયા ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી તેમજ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બનવા તેમજ ગુન્હાના ડિટેક્શનમાં યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને નેત્રમ સ્ટાફ દ્રારા માસ સપ્ટેમ્બર-2026 દરમ્યાન નેત્રમ ખાતે આવેલ અરજીના આધારે, એક મહિલા અરજદાર શિવાજી સર્કલથી અકવાડા તરફ રિક્ષામાં મુસાફરી કરતી વખતે જરૂરી દસ્તાવેજો અને કિંમતી સામાન ભરેલી બેગ ભૂલી ગયેલા જેને લઈ નેત્રમ ટીમે બનાવ સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચકાસીને રિક્ષા ચાલકનો સંપર્ક કરી મહિલાને તેમની દસ્તાવેજો તથા મહત્વની ચીજવસ્તુઓ ધરાવતી બેગ સુરક્ષિત રીતે પરત અપાવી હતી. અન્ય એક મળેલી અરજીના આધારે, એક મહિલા બોરડીગેટથી ગંગાજળિયા તળાવ તરફ રિક્ષામાં મુસાફરી કરતી વખતે થેલો અને પર્સ ભૂલી ગયેલા જેને લઈ નેત્રમ ટીમે બનાવ સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચકાસીને રિક્ષા ચાલકનો સંપર્ક કરી મહિલાને રોકડા રૂ.1500, બાળકોના કપડાં તેમજ કિંમતી સામાન ભરેલો થેલો અને પર્સ પરત અપાવ્યા હતા. અન્ય એક મહિલા અરજદાર રીક્ષામાં કાળાનળાથી બેસી હિમાલયા મોલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાસે રહેલ મોબાઇલ (કિં.રૂ.8000) તે રીક્ષામાં ભુલી ગયા હતા. જેથી અરજદારે જણાવેલ રૂટ મુજબના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી રીક્ષા ચાલકનો સંપર્ક કરી અરજદારને તેમનો મોબાઇલ પરત અપાવ્યો હતો. PTZ કેમેરાની નજરે જાહેરમાં બિયર પીતા શખસો ઝડપાયા, 4 ટીન જપ્ત તેમજ નેત્રમ શાખાના PTZ કેમેરા સર્વેલન્સ દ્વારા તા.12.09 ના રોજ ક્રેશન્ટ સર્કલ નજીક સરદાર સ્મૃતિ પાસે જાહેર જગ્યા પર બીયર પીતા ઈસમો નજરે પડ્યા હતા. આ અંગે ઘોઘારોડ પોલીસને તાત્કાલિક જાણ કરાતાં, સ્થળ પર પહોંચેલી PCR વાને એક ઈસમ પાસેથી બીયરના 4 ટીન જપ્ત કર્યા હતા. આ મામલે આરોપી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોરાઉ મોટરસાઇકલ કબ્જે કરી મૂળ માલિકને સોંપવાની તજવીજ નેત્રમ શાખાના PTZ કેમેરા સર્વેલન્સ દરમિયાન 12 સપ્ટેમ્બરના રોજ ટોપથ્રી સર્કલ પાસે આવેલ જાહેર શૌચાલય નજીક એક શંકાસ્પદ મોટરસાઇકલ (GJ-04-AS-7080) પાર્ક કરેલી મળી આવી હતી. તપાસ કરતા આ બાઇક નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.60577/2026 BNS 303 નોંધાયેલ ચોરીના ગુના સંબંધિત હોવાનું ખુલ્યું હતું. નેત્રમ ટીમ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફને જાણ કરાતાં, પોલીસે સ્થળ પર પહોંચી ચોરાઉ મોટરસાઇકલ કબ્જે કરી મૂળ માલિકને સોંપવાની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ 4292 જનરેટ કરાયા જ્યારે નેત્રમ સેન્ટરને મળેલી અરજીના આધારે, એક અરજદાર વાઘાવાડી રોડથી ગંગાજળિયા તળાવ સુધી રિક્ષામાં મુસાફરી દરમિયાન પાછળના ભાગે બેગ ભૂલી ગયેલા જે બાબતે નેત્રમ ટીમે રૂટ પરના સીસીટીવી કેમેરા ચકાસીને રિક્ષા (GJ-04-AU-5975)ના ચાલકનો સંપર્ક કરી અને અરજદારની ખોવાયેલી બેગ હેમખેમ પરત અપાવી હતી. જ્યારે ભાવનગર શહેરમાં ટ્રાફિક નિયમનનું ઉલ્લઘન કરી વાહનો દોડવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી ગત 1 સપ્ટેમ્બર, 2026થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી નેત્રમ પ્રોજેકટ દ્રારા ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ 4292 જનરેટ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વરસાદ બાદ નર્મદામાં જર્જરિત રસ્તાઓનું સમારકામ શરૂ:પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી, અનેક ગામોને જોડતા માર્ગો પર કામ
    Next Article
    ગાંધીનગરમાં દિલધડક લૂંટ-હત્યાનો પ્રયાસ:ખોરજની સોસાયટીમાં વૃદ્ધાની એકાંતનો લાભ લઈ બે લૂંટારૂ ત્રાટક્યા, 1 લાખની ખંડણી નહીં સંતોષાતા ચપ્પાથી ઘા ઝીંક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment