Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિ પાક માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ ખુલ્યું:MSP નોંધણીની મુદત 15 દિવસ લંબાઈ, ખેડૂતો માટે કૃષિ વિભાગના બે મોટા નિર્ણય

    1 day ago

    પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકો માટે 15 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, જ્યારે મગફળી સહિત 4 પાકની ટેકાના ભાવે ખરીદી માટે 24 ઓક્ટોબર સુધી નોંધણી થશે. રાજ્યના ખેડૂતોને રાહત આપતા કૃષિ વિભાગે રવિ ઋતુ માટે વિવિધ યોજનાઓનો લાભ મેળવવાની સાથે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં બંને મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. રવિ ઋતુ માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ખુલ્લું મુકાયું કૃષિ વિભાગ દ્વારા આગામી રવિ ઋતુમાં ખેડૂતોને પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદર્શન ઘટકોનો લાભ આપવા માટે ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પર ઓનલાઇન અરજીઓ શરૂ કરવામાં આવી છે. ખેડૂતો 4 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2026 સુધી એટલે કે કુલ 12 દિવસ દરમિયાન પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ખેડૂતોને રવિ ઋતુની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ લેવા સમયમર્યાદામાં અરજી કરવા અપીલ કરવામાં આવી છે. MSP પર ખરીદી માટે નોંધણીની મુદત 15 દિવસ વધારી રાજ્યમાં મગફળી, મગ, સોયાબીન અને અડદ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની અંતિમ તારીખ અગાઉ 9 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જોકે, વિવિધ સાંસદો, ધારાસભ્યો તેમજ ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા નોંધણીની મુદત વધારવા રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે ખેડૂતોને વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે. હવે ખેડૂતો મગફળી, મગ, સોયાબીન અને અડદના ટેકાના ભાવે વેચાણ માટે 24 ઓક્ટોબર, 2026 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. એટલે કે અગાઉની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને ‘આઈ-ખેડૂત પોર્ટલ’ પરથી વિવિધ સરકારી યોજનાઓ માટે સમયસર અરજી કરવા તેમજ ટેકાના ભાવે ખરીદી માટે લંબાવવામાં આવેલી નોંધણી મુદતનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ભાજપ દ્વારા 'સર્વ રોગ નિદાન કેમ્પ' યોજાયો:વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 18થી વધુ ડોકટરોએ આપી સેવા, ફ્રી દવાઓ પણ અપાઈ
    Next Article
    વરસાદ બાદ નર્મદામાં જર્જરિત રસ્તાઓનું સમારકામ શરૂ:પંચાયત વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી, અનેક ગામોને જોડતા માર્ગો પર કામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment