Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પ્રજાપતિ સમાજના કેસરિયા નવરાત્રી મહોત્સવનો ફાઇનલ રાઉન્ડ:આગેવાનોએ દીકરા-દીકરીઓને પ્રોત્સાહિત કર્યા, વિજેતાઓને ઈનામ અપાયા

    2 days ago

    પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત કેસરિયા ગરબા મહોત્સવનો ફાઇનલ રાઉન્ડ શનિવારે રાત્રે શહેરના વિપુલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જગત જનની જગદંબાની આરાધનાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે આ મહોત્સવનું આયોજન 'સમાજની દીકરી સમાજના આંગણે' થીમ પર કરાયું હતું. સારથી ઓટો સારથી ટોયોટા મેઈન સ્પોન્સર હતા. આ મહોત્સવનું આયોજન છેલ્લા દોઢ મહિનાથી શહેરના સોની વાડા વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાની વાડી પરિસરમાં કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના દીકરા-દીકરીઓ મળીને અંદાજિત 120 ખેલૈયાઓએ નવરાત્રીના ગરબાના વિવિધ સ્ટેપ્સ શીખીને આગામી મહોત્સવને યાદગાર બનાવવા મહેનત કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં વિજેતા બનેલા ખેલૈયાઓ તેમજ ભાગ લેનાર દરેક દીકરા-દીકરીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.કેસરિયા નવરાત્રી મહોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ યુવા સંગઠનના પ્રમુખ ઋત્વિકભાઈ પ્રજાપતિ સહિત તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં થાર ચાલકનો બે મહિનાથી આતંક, CCTV:જ્યાં-ત્યાં તોડફોડ કરી ગમે તેને ફકાડા મારી દે; સ્ટ્રીટ લાઇટના થાંભલામાં હથિયારથી તૂટી પડી આગ લગાવી
    Next Article
    ફોરેસ્ટર પર સિંહ બતાવવા દબાણ, હાથ પર માર માર્યો:ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment