Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીમા કંપનીઓની મનસ્વી કપાત સામે ગ્રાહક કમિશનની લાલઆંખ:3 કેસમાં દર્દીઓને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ

    1 day ago

    જાહેર અને ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓ દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેઇમની ક્લેઇમ પ્રોસેસમાં રીઝનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જીસ (Reasonable Customary Charges) કે કો-પેમેન્ટના નામે કરાતી આડેધડ કપાત સામે 'ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ' (CPAC) ની કાનૂની લડતને મોટી સફળતા મળી છે. અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ કમિશને 3 અલગ-અલગ કેસમાં વીમા કંપનીઓની સેવામાં ખામી અને ગેરવાજબી વેપાર નીતિ (Unfair Trade Practice) ઠેરવીને પોલિસી ધારકોને વ્યાજ અને ખર્ચ સહિત નાણાં ચૂકવવાનો હુકમ કર્યો છે. પ્રોસ્ટેટ કેન્સર કેસ (નેશનલ ઇન્સ્યોરન્સ કંપની) સેટેલાઇટના સીનિયર સિટીઝન દેવાંગ સી. સાફી (રૂ.8.50 લાખની મેડીક્લેઇમ પોલિસી) એ પ્રોસ્ટેટ કેન્સરની સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલમાં રૂ.4,96,903 ચૂકવ્યા હતા. TPA દ્વારા રીઝનેબલ ચાર્જીસના નામે મોટી રકમ કાપી લેવાઈ હતી. ગ્રાહક કમિશને કપાતને ગેરવાજબી ઠેરવીને રૂ.1,53,400 વાર્ષિક 8% ના વ્યાજ સાથે અને રૂ.15,000 વાદ-ખર્ચ પેટે ચૂકવવાનો નેશનલ ઇન્સ્યોરન્સને આદેશ કર્યો છે. સર્વિકલ કેન્સર કેસ (નેશનલ ઇન્સ્યોરન્સ કંપની) ગીરાબેન ડી. સાફીને સર્વિકલ કેન્સર (ગર્ભાશયની ગ્રીવાનું કેન્સર) ની ઝાયડસ હોસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ.5,42,395 થયો હતો. TPA એ મોટી રકમ કાપી લીધી હતી અને વીમા લોકપાલે પણ યોગ્ય ન્યાય આપ્યો ન હતો. કમિશને અવલોકન કર્યું કે ડોક્ટરની લાયકાત મુજબ હોસ્પિટલ ફી વસૂલતી હોય છે, તેથી ખર્ચ ગેરવાજબી છે તેમ ન કહી શકાય. કમિશને કપાત કરેલી રકમ રૂ. 2,35,500 વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. કોવિડ-19 કેસ (બજાજ એલેયન્ઝ હેલ્થ ઇન્સ્યોરન્સ) મણિનગરના જિગીષાબેન એ. પટેલે વર્ષ 2021 માં કોરોનાની સારવારમાં રૂ.1,35,708 ચૂકવ્યા હતા, પરંતુ કંપનીએ માત્ર રૂ.39,686 જ ચૂકવ્યા હતા. કમિશને રૂમ રેન્ટ અને કો-પેમેન્ટની તકરાર ફગાવી દઈને બાકી નીકળતા રૂ.76,700 વાર્ષિક 8% ના વ્યાજ સાથે 30 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે. વિલંબ થાય તો 9% લેખે વ્યાજ ચુકવવું પડશે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા પડી, 2 મોત:પાંચ લોકો ઘાયલ; મંડપમાં લાવી રહ્યા હતા, 50 મીટર પહેલાં દુર્ઘટના
    Next Article
    અર્થનું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 38 : સેન્ડવિચ પેઢી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment