Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં થાર ચાલકનો બે મહિનાથી આતંક, CCTV:જ્યાં-ત્યાં તોડફોડ કરી ગમે તેને ફકાડા મારી દે; સ્ટ્રીટ લાઇટના થાંભલામાં હથિયારથી તૂટી પડી આગ લગાવી

    2 days ago

    અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી આકાશ ઠાકોર નામના યુવકે ભારે આતંક મચાવ્યો છે. આ યુવક થાર કાર લઈને તેની સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પહોંચી જાય છે અને જ્યાં ત્યાં તોડફોડ કરે છે. રસ્તા પર આવતા જતા લોકોને પણ ઊભા રાખીને માથાકૂટ કરી બેફામ ગાળો ભાંડીને ધમકીઓ આપે છે. તાજેતરમાં જ સોસાયટીની બહાર AMCની સ્ટ્રીટ લાઇટનો થાંભલામાં હથિયારથી તોડફોડ કરી આગ લગાવી હતી. રસ્તામાં એક વ્યક્તિને ફડાકા પણ માર્યા હતાં. આ તમામ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે અનેક લોકોએ બોડકદેવ પોલીસમાં રજૂઆત કરી છે અને તેના પરિવારને પણ રજૂઆત કરી છે, છતાં આકાશનો આતંક બંધ થયો નથી. આકાશ ઠાકોરની કરતૂતના તસવીરો 'રસ્તે જતાં લોકોને બેફામ ગાળો ભાંડી હાથ પણ ઉપાડ્યો' અગાઉ પણ આકાશે સોસાયટીમાં રહેતા લોકોના ઘરે જઈને ધમકાવી ઝગડાઓ કર્યા છે. સોસાયટીની બહાર જતા વાહનચાલકોને ઊભા રાખીને તેમને સાથે પણ માથાકુટ કરી હતી. રસ્તે જતા લોકોને ઊભા રાખી તેમની સાથે ઝઘડા કરે છે. આસપાના લોકો પણ ભયભીત થઇને આકાશને રોકતા નથી. કચરાના ડ્રમ પણ સળગાવી દીધા આકાશે સ્ટ્રીટ લાઈટના થાંભલામાં આગ લગાવ્યા બાદ તેની સોસાયટીમાં પડેલા કચરાનું ડ્રમ પણ સળગાવી દીધું હતું. સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ અંગે સોસાયટીના સભ્યોએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. મને ગઈકાલે જાણ થતા તાત્કાલિક પોલીસનું ધ્યાન દોર્યુંઃ મેયર અમદાવાદના મેયર અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ બાબતે અગાઉ ફરિયાદ મળી હતી અને ગઈકાલે પણ જાણ થઈ ત્યારે તાત્કાલિક ધોરણે અમે પોલીસનું ધ્યાન દોર્યું. હવે પોલીસને આ મામલે કાર્યવાહી કરવાની છે. યુવકને આઠ મહિના પહેલા સુરત રિહેબ સેન્ટરમાં મૂકવામાં આવ્યો હતો. રવિવારને પણ અમે આ બાબતે જાણ કરી છે. જોકે પોલીસ હવે આ બાબતે કાર્યવાહી કરશે. પરિવારે માનસિક દવાના કાગળો રજૂ કર્યા હતાંઃ PI આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ સંદીપ ખાંભલાએ કહ્યું કે, અરજી બાદ આકાશના ઘરે પોલીસ તપાસ માટે પહોંચી હતી. અહીં જાણવા મળ્યું કે આકાશ માનસિક અસ્થિર છે. પરિવારે તેની માનસિક દવાના કાગળો પણ રજૂ કર્યા છે. હાલ પરિવારને સમજાવવામાં આવ્યો છે અને અરજીના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અજમેરમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડ્યો મુસાફર:ટ્રેનમાં ચઢતી વખતે પગ લપસી ગયો, સ્ટેશન પર હાજર જીઆરપી કોન્સ્ટેબલે પકડીને બહાર ખેંચ્યો; બચાવી લીધો
    Next Article
    પાટણ પ્રજાપતિ સમાજના કેસરિયા નવરાત્રી મહોત્સવનો ફાઇનલ રાઉન્ડ:આગેવાનોએ દીકરા-દીકરીઓને પ્રોત્સાહિત કર્યા, વિજેતાઓને ઈનામ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment