Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાશીથી વડનગરની 'સેવા સંકલ્પ યાત્રા' મહીસાગર પહોંચી:ગોઠીબથી સંતરામપુર અને ગોધર સુધી ભવ્ય સ્વાગત, યુવાનોમાં સેવા ભાવના જગાવવાનો સંદેશ

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ કાશીથી તેમની જન્મભૂમિ વડનગર સુધીની ‘સેવા સંકલ્પ યાત્રા’ મહીસાગર જિલ્લામાં પહોંચી. ગોઠીબ, હીરાપૂર ચોકડી, વાજિયા ખૂંટ, સંતરામપુર નગર અને ગોધર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. યુવાનોમાં સેવાની ભાવના જગાડવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે દેશના 11થી વધુ રાજ્યોના યુવાનો આ યાત્રામાં જોડાયા છે. વારાણસીથી 10 અને વડનગરથી 10 એમ કુલ 20 યાત્રાઓનું આયોજન કરાયું છે. યાત્રાના 17મા દિવસે ગુજરાત પહોંચેલા પ્રતિનિધિઓએ જણાવ્યું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને 17 દિવસમાં લગભગ 1700 કિલોમીટરની બાઇક યાત્રા પૂરી કરીને તેઓ મહીસાગર આવ્યા. યાત્રા દરમિયાન આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો સાથે સંવાદ કરાયો. યાત્રિકોએ વડાપ્રધાનના 25 વર્ષના સેવા કાર્યમાં છેવાડાના માનવીના જીવનમાં આવેલા સકારાત્મક બદલાવ જોયા. ગોધર ખાતે ‘નમો અનસુની કહાની’ શેરી નાટક, ગ્રામસભા, બાલિકાઓના ગરબા, લોક ડાયરો અને લાભાર્થી સંવાદ જેવા કાર્યક્રમો યોજાયા. દાહોદના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    સુરતના કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાઈ:1 કલાક સુધી 6 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે તમામને હેમખેમ બહાર કાઢ્યા
    Next Article
    હવે ટ્રેનો મોડી નહીં પડે અને અકસ્માત અટકશે:રાજકોટ રેલવે ડિવિઝન ડ્રોનથી રેલવે લાઈનનું ચેકિંગ કરશે, મુસાફરોને વધુ સુવિધાયુક્ત અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment