Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ટ્રેનો મોડી નહીં પડે અને અકસ્માત અટકશે:રાજકોટ રેલવે ડિવિઝન ડ્રોનથી રેલવે લાઈનનું ચેકિંગ કરશે, મુસાફરોને વધુ સુવિધાયુક્ત અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ થશે

    2 days ago

    રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય ટેકનીકલ સુધારાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાપાથી કાનાલુસ વચ્ચેના 31 કિમી લાંબા સેક્શનમાં વીજળીની લાઈનો (ઓવરહેડ ઇક્વિપમેન્ટ - OHE)ના નિરીક્ષણ માટે આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો સામાન્ય જનતા અને ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો મુસાફરોને થશે. આધુનિક ડ્રોન દ્વારા હવે રેલવે લાઈનનું લાઈવ ચેકિંગ શક્ય બનશે, જેનાથી ભવિષ્યમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ટ્રેનો થંભી જવાના બનાવો બંધ થશે. ટ્રેનો સમયસર ચાલશે, મુસાફરોનો કિંમતી સમય બચશે અને મુસાફરી વધુ સુરક્ષિત તથા આરામદાયક બનશે. ટ્રેન વ્યવહાર રોક્યા વિના ડ્રોનથી નજર સામાન્ય રીતે જ્યારે રેલવેની વીજ લાઈનોનું સમારકામ કે તપાસ કરવાની હોય ત્યારે પાવર બ્લોક લેવો પડે છે, એટલે કે વીજ પુરવઠો બંધ કરવો પડે છે અને ટ્રેનોનો વ્યવહાર રોકવો પડે છે. તેના કારણે અનેક ટ્રેનો મોડી પડે છે અથવા રદ કરવી પડે છે, જેનો સીધો ભોગ સામાન્ય મુસાફરો બનતા હોય છે. પરંતુ ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી ટ્રેનોનો વ્યવહાર રોક્યા વિના કે પાવર બ્લોક લીધા વિના જ ચાલુ લાઈને બારીક તપાસ કરી શકાશે. આનાથી મુસાફરોને ટ્રેન રદ થવાની કે કલાકો સુધી સ્ટેશનો પર અટવાઈ જવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. ખામીઓ ડ્રોનથી પ્રારંભિક તબક્કે ઓળખાઈ જશે આ ઉપરાંત, રેલવેમાં ટેકનિકલ ખામીઓને કારણે થતા અકસ્માતો અને દુર્ઘટનાઓ અટકાવવામાં પણ આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થશે. ડ્રોનમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કેમેરો હોવાથી તે વીજ લાઈનના નાનકડા વાયર, લૂઝ કનેક્શન કે ગાયબ થયેલી પિન જેવી અત્યંત સૂક્ષ્મ ખામીઓને પણ તુરંત પકડી પાડે છે. મેન્યુઅલ તપાસમાં જે ખામીઓ માણસોની નજરે પડતી નથી, તે ડ્રોન કેમેરાની મદદથી પ્રારંભિક તબક્કે જ ઓળખાઈ જશે. પરિણામે, મોટો અકસ્માત સર્જાય તે પહેલાં જ તેનું નિવારણ કરી શકાશે, જેથી મુસાફરો પોતાની સફર સંપૂર્ણ નિશ્ચિંતતા અને સુરક્ષા સાથે પૂરી કરી શકશે. કર્મચારીઓનો જીવ જોખમમાં મૂકાશે નહીં આ ટેક્નોલોજી માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ રેલવેના કર્મચારીઓ માટે પણ જીવનરક્ષક સાબિત થશે. અગાઉ રેલવે કર્મચારીઓએ હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો પાસે જઈને જોખમી રીતે ચેકિંગ કરવું પડતું હતું, જેમાં અકસ્માતનો ભારે ખતરો રહેતો હતો. હવે ડ્રોનની મદદથી આ કામ દૂર રહીને સુરક્ષિત રીતે થઈ શકશે, જેથી કર્મચારીઓનો જીવ જોખમમાં મૂકાશે નહીં. રાજકોટ ડિવિઝનનાં કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના અને DRM ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ક્રાંતિકારી પહેલથી માત્ર રાજકોટ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનું રેલવે નેટવર્ક વધારે મજબૂત અને આધુનિક બનશે. ઇલેક્ટ્રિકલ ઈજનેર વિક્રમ મીણાના જણાવ્યા મુજબ, 10 કિલોમીટરની રેન્જ અને 50 મિનિટ સુધી સતત ઊડી શકતા ડ્રોનથી ચેકીંગ ચોકસાઈપૂર્વક અને ઝડપથી થશે. આ સમગ્ર ટેકનિકલ સુધારાનો સીધો લાભ આમ જનતાને એક સમયબદ્ધ, સલામત અને વિશ્વસનીય રેલ સેવાના રૂપમાં મળશે.
    Click here to Read More
    Previous Article
    કાશીથી વડનગરની 'સેવા સંકલ્પ યાત્રા' મહીસાગર પહોંચી:ગોઠીબથી સંતરામપુર અને ગોધર સુધી ભવ્ય સ્વાગત, યુવાનોમાં સેવા ભાવના જગાવવાનો સંદેશ
    Next Article
    Explained: Why Are Students Protesting In France

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment