Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરડી ગામે 1 કલાકમાં તસ્કરો દ્વારા મકાનમાંથી 6 લાખની ચોરી:ખેડૂત પરિવાર આઠમના દિવસે દર્શનાર્થે ગયો ને તસ્કરો ખાતર પાડી ગયા; દાઠા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

    1 day ago

    ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પરિવાર મંદિરે દર્શન કરવા ગયો હતો, તે દરમિયાન અજાણ્યા ચોરે બંધ મકાન અને કબાટના તાળા તોડી ₹6.50 લાખની ચોરી કરી ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વૃદ્ધ મહિલાએ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તળાજાના બોરડી ખાતે રહેતા 60 વર્ષીય સ્વરૂપબા પોલુભા સરવૈયા 4 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી પર્વ પર રાત્રે 10:30 થી 11:30 વાગ્યા દરમિયાન પરિવાર ગામના મંદિરે દર્શને ગયો હતો. આ 1 કલાકના ગાળામાં અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશી કબાટનું લોક તોડી ₹6.50 લાખની રોકડ રકમ ચોરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આ રકમ ફરિયાદીને તેમના પિયર ધ્રોલ ગામે વારસાઈ જમીનના વેચાણમાંથી મળી હતી. દાઠા પોલીસે ફરિયાદીની અરજીના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ BNSની કલમ 305(a) અને 331(4) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાદીપરા કા રાજા મંડળના યુવાનોએ બનાવી શ્રીજી પ્રતિમા:30 દિવસની મહેનતથી સુરેન્દ્રનગર શહેરમાં તૈયાર કરાઈ 14 ફૂટ ઊંચી ગણેશજીની વિશાળ પ્રતિમા
    Next Article
    માલવણ-વિરમગામ હાઇવે પર બોલેરોમાં દારૂની હેરાફેરી:1176 બોટલ-બીયરના ટીન કબજે, 6.80 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment