Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલવણ-વિરમગામ હાઇવે પર બોલેરોમાં દારૂની હેરાફેરી:1176 બોટલ-બીયરના ટીન કબજે, 6.80 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલવણ-વિરમગામ હાઇવે પર મજેઠી ચેકપોસ્ટ પાસેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મહેન્દ્રા બોલેરો પીકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ 1176 નંગ, જેની કિંમત રૂ.1,58,520 થાય છે, કબજે કર્યા હતા. લાકડાની આડશમાં દારૂ સંતાડ્યો હતો બજાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સફેદ રંગની બંધ બોડી બોલેરો પીકઅપમાં લાકડાની આડશ બનાવી ગેરકાયદે દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે માલવણ-વિરમગામ હાઇવે પર મોટી મજેઠી ગામથી આશરે 200 મીટર આગળ આવેલી મજેઠી ચેકપોસ્ટ પાસે વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી. રૂ.6.80 લાખનો મુદ્દામાલ કબજે તપાસ દરમિયાન બોલેરોમાંથી 1176 નંગ દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત બે મોબાઇલ ફોન, જૂના સેન્ટીંગના પ્લાય લાકડા અને મહેન્દ્રા બોલેરો પીકઅપ મળી કુલ રૂ.6,80,520નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બે આરોપી ઝડપાયા, એકની શોધખોળ પોલીસે આ કેસમાં મધ્યપ્રદેશના અલીરાજપુરનો 26 વર્ષીય સુરેશ ઓમલા ડાવર અને હળવદના ગોલાસણ રહેતો 33 વર્ષીય સંજયભાઇ વાઘજીભાઇ રાતૈયા ને ઝડપી પાડ્યા છે. જ્યારે જ્યારે અલીરાજપુરના અર્જુન ડાવરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બજાણા પોલીસની કાર્યવાહી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન ધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સૂચના, પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એન.કે. પટેલના માર્ગદર્શન અને બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એમ. હુદડની સૂચના હેઠળ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બોરડી ગામે 1 કલાકમાં તસ્કરો દ્વારા મકાનમાંથી 6 લાખની ચોરી:ખેડૂત પરિવાર આઠમના દિવસે દર્શનાર્થે ગયો ને તસ્કરો ખાતર પાડી ગયા; દાઠા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
    Next Article
    સુરતમાં 31 સંસ્થાઓમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ:38 સેમ્પલ પૃથક્કરણમાં મોકલ્યા, 8 કિલો અખાદ્યનો નાશ; ફૂડ પોઇઝનિંગની ઘટના મામલે પીપી સવાણી યુનિ.ના સંચાલકોને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment