Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 31 સંસ્થાઓમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ:38 સેમ્પલ પૃથક્કરણમાં મોકલ્યા, 8 કિલો અખાદ્યનો નાશ; ફૂડ પોઇઝનિંગની ઘટના મામલે પીપી સવાણી યુનિ.ના સંચાલકોને નોટિસ

    1 day ago

    સુરતના પીપી સવાણી ઇન્સટિટ્યૂટ માં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને રાખી શહેરમાં આવેલી સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી હોસ્ટેલ તેમજ મેસ-કેન્ટીનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો દ્વારા કુલ 31 હોસ્ટેલ, મેસ અને કેન્ટીન સંસ્થાઓની સ્થળ પર જઈને આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન દાળ, શાક, રોટલી, મસાલા, સેન્ડવીચ, સંભાર અને રાંધેલા ખોરાક સહિતના કુલ 38 જેટલા શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના નમૂનાઓ કાયદેસર રીતે એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ 38 નમૂનાઓને વધુ ચકાસણી અને પૃથક્કરણ અર્થે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. SVNIT, સિવિલ અને સ્મીમેર હોસ્ટેલમાં સઘન તપાસ પાલિકાની ટીમે શહેરની નામાંકિત શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓને આવરી લીધી હતી. જેમાં SVNIT કેમ્પસની ગજ્જર ભવન, સારાભાઈ ભવન, મધર ટેરેસા ભવન, અટલ બિહારી વાજપેયી ભવન, ભાભા ભવન, ટાગોર ભવન અને નહેરુ ભવન મેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલ-મેડિકલ કોલેજ કેમ્પસ તેમજ નવી સિવિલ હોસ્પિટલ સ્થિત પી.જી. બોયઝ હોસ્ટેલ, યુ.જી. ગર્લ્સ હોસ્ટેલ, સરકારી નર્સિંગ કોલેજ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન અને VNSGU સમરસ કન્યા હોસ્ટેલ જેવી મુખ્ય હોસ્ટેલ અને કેન્ટીનોમાં ફૂડ વિભાગે ઊંડાણપૂર્વક ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું. કાચા માલ, રસોડાની સ્વચ્છતા અને હેન્ડલર્સનું નિરીક્ષણ આ તપાસ ઝુંબેશ દરમિયાન અધિકારીઓએ માત્ર રાંધેલા ખોરાકની ગુણવત્તા જ નહીં, પરંતુ રસોડામાં વપરાતા કાચા માલ (રો-મટીરિયલ)ની ગુણવત્તા પણ ચકાસી હતી. મેસમાં સંગ્રહિત મસાલા, તેલ, કઠોળ અને શાકભાજી યોગ્ય માપદંડ મુજબના છે કે નહીં તેનું સ્થળ પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ માટે જમવાનું બનતું હોય તે રસોડા અને સ્ટોરરૂમમાં સ્વચ્છતાના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તથા ફૂડ હેન્ડલર્સ સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખે છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. 8 કિલો અખાદ્ય જથ્થો નષ્ટ, સ્ટાફ માટે નિયમો કડક કામગીરી દરમિયાન ટીમને જ્યાં પણ ગુણવત્તા બાબતે ખામી જણાઈ ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી આશરે 8 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ અને શંકાસ્પદ અખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરી તેનો સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંચાલકોને કડક આદેશ આપવામાં આવ્યા છે કે ખોરાક બનાવતા અને પીરસતા તમામ કર્મચારીઓ માટે માથા પર કેપ, હેન્ડ ગ્લોવ્ઝ અને એપ્રોન પહેરવું ફરજિયાત રહેશે. એટલું જ નહીં, દરેક કર્મચારીનું દર 6 મહિને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી લેવા પણ સૂચના અપાઈ છે. લેબ રિપોર્ટ બાદ કાયદેસરની કડક કાર્યવાહીની ચેતવણી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલા 38 નમૂનાઓના પરિણામો પર હવે તંત્રની નજર છે. આરોગ્ય વિભાગ અને ડેઝિગ્નેટેડ ઓફિસરના જણાવ્યા અનુસાર, લેબોરેટરી પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ જો કોઈ પણ નમૂનો સબ-સ્ટેન્ડર્ડ કે અસુરક્ષિત જણાશે, તો સંબંધિત સંસ્થા કે કેટરર્સ સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006’ તેમજ સંબંધિત નીતિ-નિયમો હેઠળ કડક દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓના ભોજનમાં બેદરકારી દાખવનારાઓ સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવાનો સ્પષ્ટ સંકેત પાલિકાએ આપ્યો છે. પીપી સવાણી યુનિવર્સિટીના સંચાલકોને નોટિસ ફટકારી આટલી ગંભીર ઘટના મામલે પીપી સવાણી યુનિવર્સિટીના સંચાલકોએ જવાબદારી સ્વીકારવાને બદલે સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. નિયમ મુજબ આ પ્રકારની સામૂહિક આરોગ્ય કટોકટી અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને તાત્કાલિક જાણ કરવાની હોય છે, પરંતુ હોસ્ટેલ મેનેજમેન્ટે કોઈને પણ આ બનાવ અંગે વાકેફ કર્યા ન હતા. મામલો બહાર આવતાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે અને સમગ્ર ઘટના છુપાવવા બદલ યુનિવર્સિટી સંચાલકોને કડક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માલવણ-વિરમગામ હાઇવે પર બોલેરોમાં દારૂની હેરાફેરી:1176 બોટલ-બીયરના ટીન કબજે, 6.80 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા
    Next Article
    Pregnant Teen Beheaded In Dhandbad, Severed Head Found In Plastic Sack

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment