Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ:રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં યુવા ઊર્જા, ખેલદિલી અને એકતાના દર્શન થયા

    2 days ago

    પાટણમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ૨ અને ૩ તારીખ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં યુવા ઊર્જા, ખેલદિલી અને સામાજિક એકતા જોવા મળી. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ બ્રહ્મ સમાજમાં પરસ્પર એકતા, મજબૂત સંગઠન અને યુવાનોમાં ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. પાટણ ખાતે "હર હર મહાદેવ"ના નાદ સાથે યુવા સંગઠનનો ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે પાટણ જિલ્લા ટીમ અને પ્રદેશના અગ્રણી પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ હાર્દિક વ્યાસ, મહામંત્રી યોગેશભાઈ પંડ્યા, વિરેશભાઈ વ્યાસ, યુવા પ્રમુખ મંથન રાવલ અને અપૂર્વ મહેતાનો સમાવેશ થાય છે. તેમણે યુવાનોના પ્રયાસોને બિરદાવ્યા હતા. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ટુર્નામેન્ટની મુલાકાત લીધી હતી. તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પોતે ક્રિકેટ મેચ પણ રમી હતી, જેનાથી વાતાવરણમાં વધુ ઉત્સાહ છવાયો હતો. સમાજને એકતાના તાંતણે બાંધવા અને યુવા શક્તિને યોગ્ય દિશા આપવા માટે આવા આયોજનો મહત્વના છે. સફળ આયોજન બદલ તમામ અગ્રણીઓએ આયોજક ટીમનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મહાનગરપાલિકાનું રેસ્ટોરન્ટોમાં ચેકિંગ:85 લાખની વસ્તી સામે માત્ર 14 ફૂડ ઇન્સ્પેક્ટર, અખાદ્ય ખોરાક વેચનારા બેફામ
    Next Article
    બંધ મકાનમાં ચોરી કરનાર શખસ ઝડપાયો:ભાવનગર LCBએ રૂ.34,000ના મુદ્દામાલ સાથે દબોચ્યો, જસપરા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment