Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મહાનગરપાલિકાનું રેસ્ટોરન્ટોમાં ચેકિંગ:85 લાખની વસ્તી સામે માત્ર 14 ફૂડ ઇન્સ્પેક્ટર, અખાદ્ય ખોરાક વેચનારા બેફામ

    2 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દોઢ મહિનાથી શહેરભરમાં ખાણીપીણીની સંસ્થાઓ સામે મોટા પાયે તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હોટલ-રેસ્ટોરન્ટ, ઢાબા, બેકરી તેમજ સ્ટ્રીટ ફૂડ સહિતના તમામ એકમોમાં માત્ર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જ નહીં, પરંતુ કિચનની સ્વચ્છતા, કચરા અને ગંદકીના નિકાલની વ્યવસ્થા, રાંધવા માટે વપરાતા રો-મટિરિયલ્સ તથા કર્મચારીઓના હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ સહિતના મુદ્દાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કડક કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા અનેક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, શંકાસ્પદ સેમ્પલો લેવાયા છે અને કેટલીક સંસ્થાઓ સામે સીલિંગ કે બંધ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. જોકે, તંત્રની આ ઝુંબેશ વચ્ચે જ પાલિકાના ફૂડ વિભાગની સૌથી મોટી મર્યાદા અને કડવી વાસ્તવિકતા સામે આવી છે. 85 લાખની વસ્તી સામે માત્ર 14 ફૂડ ઇન્સ્પેક્ટરો સુરત શહેરનો ભૌગોલિક વ્યાપ સતત વધી રહ્યો છે અને વસ્તી 85 લાખને વટાવી ગઈ છે, ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે સીધી જોડાયેલી આ મહત્વની જવાબદારી સંભાળવા માટે ફૂડ વિભાગ પાસે પૂરતો સ્ટાફ જ નથી. હાલ સમગ્ર ફૂડ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સહિત માત્ર 18 કર્મચારીઓ જ કાર્યરત છે, જેમાં ફિલ્ડ પર જઈને તપાસ કરનારા ફૂડ ઇન્સ્પેક્ટરોની સંખ્યા માત્ર 14 જેટલી સીમિત છે. આશરે દસ વર્ષ પહેલાં ફૂડ વિભાગ માટે 44 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, તે સમયે પણ મંજૂર મહેકમ સામે માત્ર 22 કર્મચારીઓની જ ભરતી કરવામાં આવી હતી. સમય જતાં તેમાંથી પણ કેટલાક કર્મચારીઓ નિવૃત્ત થઈ જતાં હાલમાં સ્ટાફની સંખ્યા ઘટીને માત્ર 18 પર આવી પહોંચી છે. તમામ ઝોનમાં શું તપાસ થતી હશે? સુરતમાં ખાણીપીણીના વ્યવસાયનો વ્યાપ ખૂબ વિશાળ છે. અહીં શેરી-ગલીઓમાં આવેલી સ્ટ્રીટ ફૂડની લારીઓ-ગલ્લાઓથી માંડીને બેકરી, નાસ્તાના સ્ટોલ, ધાબા, મલ્ટી-કુઝિન રેસ્ટોરન્ટ્સ, લક્ઝરી હોટલો અને મોડી રાત સુધી ધમધમતા નાઇટ ફૂડ બજારોમાં હજારો એકમો કાર્યરત છે. આવી સ્થિતિમાં શહેરના તમામ ઝોનમાં ફેલાયેલી આટલી મોટી સંખ્યાની સંસ્થાઓમાં નિયમિત મોનિટરિંગ, ગુણવત્તાના નમૂના એકત્ર કરવા અને રસોડાની સ્વચ્છતાની સઘન ચકાસણી કરવી એ માત્ર 14 ફૂડ ઇન્સ્પેક્ટરોના ખભા પર અશક્ય જેવો બોજ બની ગયો છે. 38 એકમોને નોટિસ, 68 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ તાજેતરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન 38 એકમોને નોટિસ, 68 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ અને સવા લાખથી વધુનો દંડ વસૂલવા જેવી કામગીરી તો થઈ છે, પરંતુ સ્ટાફની આટલી ગંભીર અછત વચ્ચે આ અભિયાન કેટલો સમય સઘન રીતે ચાલુ રહી શકશે તે અંગે સવાલો ઉભા થયા છે. લાખો શહેરીજનોના આરોગ્યની સુરક્ષા જોખમાય નહીં તે માટે ફૂડ વિભાગમાં તાત્કાલિક નવી ભરતી કરી મહેકમ પૂરું કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    NCC કેડેટ્સે બરોડા હાઇસ્કૂલ ONGCમાં નશામુક્ત ભારત અભિયાન ચલાવ્યું:'એક પેડ માઁ કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું, ONGC કેમ્પસમાં જાગૃતિ રેલી કાઢી
    Next Article
    પાટણમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ:રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં યુવા ઊર્જા, ખેલદિલી અને એકતાના દર્શન થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment