Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંધ મકાનમાં ચોરી કરનાર શખસ ઝડપાયો:ભાવનગર LCBએ રૂ.34,000ના મુદ્દામાલ સાથે દબોચ્યો, જસપરા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    2 days ago

    અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ભાવનગર LCB ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મણાર ગામ પાસે એક યુવકને રોકી તલાશી લેતાં તેની પાસેથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. સંતોષકારક જવાબ ન મળતાં કડક પૂછપરછ દરમિયાન તેણે જસપરા ગામના બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પ્રકાશ ડાભી ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મણાર ગામના નાળા પાસેથી યુવકને દબોચ્યો પોલીસ સ્ટાફના માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના મણાર ગામ ખાતે પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન ગીતાંજલી ચોકડી પાસે મળેલ ચોક્કસ બાતમીના આધારે મણાર ગામના નાળા પાસેથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક યુવકની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં ભારતીય ચલણી નોટો મળી આવી હતી. પોલીસ દ્વારા રોકડ રકમ અંગે કડક પૂછપરછ કરાતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે ગઈ 2 ઓક્ટોમ્બર, 2026ના રોજ સવારે આશરે નવેક વાગ્યે જસપરા ગામ તા.ઘોઘા ખાતે રહેતા ભાવુબેન બોઘાભાઇ નૈયાના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરમાં કોઈ હાજર ન હોવાનો લાભ ઉઠાવી, કબાટની તિજોરીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. ઝડપાયેલ આરોપી પ્રકાશભાઇ જમુરભાઇ ડાભી ઉં.વ.21, ધંધો: મજુરી, રહે. મીઠી વિરડી, તા. તળાજા, વાળા પાસેથી ભારતીય ચલણી નોટો મળી કુલ રૂ.34,000 નો મુ્દામાલ કબ્જે કર્યો હતો, આ અંગે રેકોર્ડ પર ખરાઈ કરતા અલંગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી આરોપી તથા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે અલંગ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ:રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં યુવા ઊર્જા, ખેલદિલી અને એકતાના દર્શન થયા
    Next Article
    Ground Report । કુદરતે શું ધાર્યું કે તાતને ક્યાંયનો ન રાખ્યો | Prime Time | Farmers | Shankarsinh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment