Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઑસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા નિયમોમાં મોટો ફેરફાર:હવે વિઝા એક્સટેન્શન માટે દેશ છોડવો પડશે, ઑસ્ટ્રેલિયા સરકારે ડિપેન્ડન્ટ વિઝાના નિયમો પણ સખત બનાવ્યા

    1 day ago

    ઑસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા અને હાલ ત્યાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ઑસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયામાં ધરખમ ફેરફારો કર્યા છે. 2 ઑક્ટોબર 2026થી લાગુ થયેલા આ નવા નિયમો Student Visa (subclass 500) અને Student Guardian Visa (subclass 590) બંનેને સીધી અસર કરશે. મુખ્ય ફેરફાર ઑસ્ટ્રેલિયામાં રહીને ‘ઓનશોર’ (Onshore) નવી અરજી કરવા અને પરિવાર (જીવનસાથી તથા આશ્રિત બાળકો)ને વિઝામાં સામેલ કરવા સંબંધિત છે. ઑસ્ટ્રેલિયામાં રહીને નવી અરજી પર પ્રતિબંધ: બહાર જવું ફરજિયાત નવા નિયમો અનુસાર, મોટાભાગના કામચલાઉ (temporary) વિઝા ધારકો હવે ઑસ્ટ્રેલિયામાં રહીને સ્ટુડન્ટ કે ગાર્ડિયન વિઝા માટે અરજી કરી શકશે નહીં. હાલના સ્ટુડન્ટ વિઝા ધારકોએ પણ ફરીથી વિઝા મેળવવા માટે દેશની બહાર જવું પડશે. આવા અરજદારો જ્યારે અરજી કરે અને વિઝા મંજૂર થાય ત્યારે તેમનું ઑસ્ટ્રેલિયાની બહાર (Offshore) હોવું ફરજિયાત છે. એટલું જ નહીં, સ્ટુડન્ટ વિઝા પર ડિપેન્ડન્ટ તરીકે રહેલી વ્યક્તિ જો મુખ્ય વિદ્યાર્થી તરીકે નવી અરજી કરવા માંગતી હોય, તો તેણે પણ દેશની બહારથી જ અરજી કરવી પડશે; આમાં કોઈ છૂટછાટ મળશે નહીં. કોને મળી શકે છે છૂટછાટ? વિદ્યાર્થીઓ માટે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં છૂટછાટો રાખવામાં આવી છે: કોર્સ લંબાય તો: તે જ શિક્ષણ સંસ્થામાં મુખ્ય અભ્યાસક્રમ પૂર્ણ કરવા મૂળ સમયમર્યાદા પછી મહત્તમ 12 મહિનાની જરૂર હોય. ઉચ્ચ સ્તરનો અભ્યાસ: મુખ્ય કોર્સ પૂર્ણ કરી Australian Qualifications Framework (AQF) મુજબ વધુ ઊંચા સ્તરના કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોય (ઉદા. તરીકે હાયર એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ આગળનો કોર્સ પણ હાયર એજ્યુકેશન સંસ્થામાં જ હોય). અન્ય અપવાદ: PhD વિદ્યાર્થીઓ, શાળાકીય શિક્ષણ, DFAT અથવા Defence દ્વારા પ્રાયોજિત અરજદારો અંદરથી અરજી કરી શકશે. હાલના Student Guardian Visa ધારકો આગળનો Guardian Visa ઑસ્ટ્રેલિયામાં રહીને રિન્યૂ કરાવી શકે છે. પરિવારને સાથે લઈ જવાના નિયમો વધુ કડક નવી સ્ટુડન્ટ વિઝા અરજીમાં સ્પાઉસ (જીવનસાથી) કે બાળકોને સામેલ કરવાની સામાન્ય સુવિધા હવે અત્યંત મર્યાદિત કરી દેવાઈ છે. સૌથી મોટો ફટકો એ છે કે, વિઝા મંજૂર થયા પછી પરિવારને 'subsequent entrant' તરીકે ઉમેરવાની છૂટ હવે કાયમ માટે બંધ કરવામાં આવી છે અને આ નિયમમાં કોઈ જ અપવાદ નથી. પરિવારને સાથે રાખવાની છૂટ માત્ર PhD વિદ્યાર્થીઓ, સરકારી સ્કોલરશિપ ધારકો અથવા DFAT/Defence સ્પોન્સર્ડ કેસોમાં જ મળશે. જો પરિવાર પહેલેથી વિઝામાં સામેલ હોય, તો આગામી અરજી વખતે મુખ્ય અરજદાર અને પરિવારના તમામ સભ્યો એક જ સ્થળે (સાથે) હોવા જરૂરી રહેશે. જૂની અરજીઓ પર અસર નહીં, પણ બ્રિજિંગ વિઝાનું જોખમ આ ફેરફારો હાલના માન્ય સ્ટુડન્ટ વિઝા પર લાગુ પડતા નથી. 2 ઑક્ટોબર 2026 પહેલાં દાખલ થયેલી તમામ અરજીઓ જૂના નિયમ મુજબ જ પ્રોસેસ થશે. જોકે વિદ્યાર્થીઓએ નોંધવું કે બહારથી (Offshore) કરેલી અરજી પર 'બ્રિજિંગ વિઝા' મળતો નથી. ઉપરાંત, પાત્રતા વગર ઑસ્ટ્રેલિયામાં રહીને કરેલી અરજી સીધી અમાન્ય ગણાશે. ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડશે? ભારત Pacific કે ASEAN શ્રેણીમાં આવતું ન હોવાથી ભારતીય અરજદારોને સીધો લાભ નહીં મળે. બેચલર કે માસ્ટર્સ કરવા જતાં પરિણીત વિદ્યાર્થીઓએ હવે ડિપેન્ડન્ટ વિઝાના નિયમો પહેલા દિવસથી જ ચકાસવા પડશે. સમાન AQF સ્તરનો બીજો કોર્સ કરવાથી ઑસ્ટ્રેલિયામાં રહેવાની છૂટ આપમેળે નહીં મળે. જો દેશ છોડીને ફરી અરજી કરવી પડે, તો મુસાફરી અને રહેવાના વધારાના ખર્ચ માટે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે. કોઈપણ કૉલેજ કે યુનિવર્સિટીની ફી ભરતાં પહેલાં વિઝા સ્ટેટસ અને AQF લેવલનું ચોક્કસ મૂલ્યાંકન કરવું અનિવાર્ય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    કોહલીના થ્રોએ વેસ્ટ ઇન્ડીઝની સેન્ચુરીની ભાગીદારી તોડી:જાંગુ રનઆઉટ, ભારતને 16 ઓવર પછી સફળતા મળી; કેપ્ટન શાઈ હોપનો સતત બીજી મેચમાં 50+ સ્કોર
    Next Article
    મહિલા સ્વાવલંબન માટે અમદાવાદમાં દિવાળી મેળો:સદ્‌વિચાર પરિવાર દ્વારા રામદેવનગરમાં નિઃશુલ્ક હોમમેડ પ્રોડક્ટ્સ પ્રદર્શન અને વેચાણ યોજાયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment