Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનમાં નમાજ દરમિયાન મસ્જિદ પાસે વિસ્ફોટ:16ના મોત, 50 ઘાયલ; ખૈબર પખ્તૂનખ્વાના કોહાટ જિલ્લાની ઘટના

    6 hours ago

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદ પાસે જોરદાર વિસ્ફોટ થયો. તેમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટથી મસ્જિદનો બહારનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો અને એક દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ. કોહાટની સરકારી હોસ્પિટલના અધિકારી તાહિર અલી શાહે જણાવ્યું કે હોસ્પિટલમાં 15 મૃતદેહો અને 50થી વધુ ઘાયલોને લાવવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાક પોલીસકર્મીઓ પણ છે. હોસ્પિટલમાં ઓછામાં ઓછા 25 ઘાયલોની સારવાર ચાલી રહી છે. વિસ્ફોટ બાદની તસવીરો વહીવટીતંત્રે કોહાટ-હંગુ રોડ બંધ કરી દીધો છે. ઘાયલોની સંખ્યા વધ્યા બાદ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો અને તેની પાછળ કોનો હાથ છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટથી મસ્જિદના બહારના ભાગને ઘણું નુકસાન થયું છે. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    A global guide to birthdays that nearly need a ministry of their own
    Next Article
    અમેરિકા યુરોપમાંથી 40 હજાર સૈનિકો ઘટાડી શકે છે:ટ્રમ્પે કહ્યું હતું- યુરોપ પોતાની સુરક્ષા માટે અમારા પરની નિર્ભરતા ઘટાડે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment