Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સ્વાવલંબન માટે અમદાવાદમાં દિવાળી મેળો:સદ્‌વિચાર પરિવાર દ્વારા રામદેવનગરમાં નિઃશુલ્ક હોમમેડ પ્રોડક્ટ્સ પ્રદર્શન અને વેચાણ યોજાયું

    1 day ago

    અમદાવાદમાં મહિલાઓની પ્રતિભા, કૌશલ્ય અને ઘર આધારિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપી તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ‘સદ્‌વિચાર પરિવાર - મહિલા ઉત્કર્ષ કેન્દ્ર’ દ્વારા ‘કૌશલ્યથી સ્વાવલંબન તરફ’ની વિભાવનાને સાકાર કરતો વિશેષ ‘દિવાળી મેળો’ યોજાયો છે. પ્રદર્શન અને વેચાણનું સ્થળ તથા સમય આ વિશેષ પ્રદર્શન અને વેચાણનું આયોજન તા. 3 અને 4 ઓક્ટોબર 2026 (શનિવાર અને રવિવાર)ના રોજ સદ્‌વિચાર પરિવાર, મદનમોહન રમણલાલ હોલ, રામદેવનગર ખાતે કરવામાં આવ્યું છે. અમદાવાદના નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લઈને મહિલા ગૃહિણીઓ અને કારીગરોને પ્રોત્સાહિત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્ટોલ ધારકો માટે નિઃશુલ્ક વ્યવસ્થા આ દિવાળી મેળામાં વિવિધ સંસ્થાઓ અને મહિલા જૂથો દ્વારા હોમમેડ અને હાથબનાવટની વિવિધ વસ્તુઓના પ્રદર્શન તેમજ વેચાણ માટે નિઃશુલ્ક સ્ટોલની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ આયોજન અંગે સદ્‌વિચાર પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણ કે. લહેરી દ્વારા પ્રેસનોટ મારફતે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઑસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા નિયમોમાં મોટો ફેરફાર:હવે વિઝા એક્સટેન્શન માટે દેશ છોડવો પડશે, ઑસ્ટ્રેલિયા સરકારે ડિપેન્ડન્ટ વિઝાના નિયમો પણ સખત બનાવ્યા
    Next Article
    BSF ભુજના 58 જવાનો-અધિકારીઓએ રક્તદાન કર્યું:રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે માનવતાની સેવા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment