Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ગઠિયા રફુચકકર:પત્ની સાથે વોક પર નીકળેલા વેપારીને બાઈક સવાર બે શખ્સોએ નિશાન બનાવ્યા

    10 hours ago

    વડોદરાના કારેલીબાગની આશુતોષ સોસાયટીમાં રહેતા 58 વર્ષીય કેમિકલ વેપારી પત્ની સાથે રાત્રે ચાલવા નીકળ્યા હતા ત્યારે ચંદ્રાવલી સર્કલ નજીક પાછળથી બાઈક પર આવેલા બે શખ્સોએ તેમના ગળામાંથી આશરે રૂ.90 હજારની સોનાની ચેઈન આંચકી લીધી હતી. બનાવ બાદ બાઈકસવાર શખ્સો વાઘેશ્વરી નાકા થઈ વીઆઈપી રોડ તરફ ફરાર થઈ ગયા હતા. વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠીયાની શોધખોળ શરૂ કરી છે. દોઢ તોલા જેટલી ડિઝાઇનવાળી સોનાની ચેઈન લઈ ગયા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આશુતોષ સોસાયટીમાં રહેતા મિલીન્દ અનંતરાવ વડનેરકર (ઉં.વ.58) પાદરા તાલુકાના ઉમરાણ ગામ ખાતે કેમિકલનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આશરે 4 વર્ષ પહેલાં ખરીદેલી દોઢ તોલા જેટલી ડિઝાઇનવાળી સોનાની ચેઈન રોજ પહેરતા હતા. 2 ઓક્ટોબરની રાત્રે તેઓ પત્ની મોનીકાબેન સાથે ચાલવા માટે ઘરેથી નીકળ્યા હતા. મોઢા પર કાળા રંગની બુકાની બાંધીને ખેંચી લીધુ વેપારી દંપતી ઉત્કર્ષ પેટ્રોલ પંપ થઈ મુક્તાનંદ સર્કલ અને ત્યારબાદ ચંદ્રાવલી સર્કલ તરફ ગયા હતા. ત્યાંથી વાઘેશ્વરી નાકા તરફ જતા સમયે ચંદ્રાવલી સર્કલથી આશરે 50 મીટર દૂર વાઘેશ્વરી રોડ પર પાછળથી એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા. બાઈક પર પાછળ બેઠેલા આશરે 35 વર્ષના શખ્સે મોઢા પર કાળા રંગની બુકાની બાંધી હતી. તેણે વેપારીના ગળામાં પહેરેલી આશરે 90 હજાર રૂપિયાની કિંમતની 15 ગ્રામ વજનની સોનાની ચેઈન અચાનક આંચકી લીધી હતી. બાઈકસવાર બંને શખ્સ સામે ફરિયાદ ચેઈન આંચક્યા બાદ બંને બાઈકસવાર વાઘેશ્વરી નાકા થઈ વીઆઈપી રોડ તરફ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. ઘટનાથી વેપારી દંપતીમાં ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બાઈકસવાર બંને શખ્સોને ઘટનાસ્થળ તથા આસપાસના માર્ગો પરના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ':શંકરસિંહના નિવેદનથી વિવાદ, પાટીદાર-બ્રહ્મ અને જૈન સમાજે માફીની માગ કરી; બાપુએ કહ્યું- 'માફીનો સવાલ જ નથી'
    Next Article
    પડતર માંગણીઓ અંગે વનરક્ષક-વનપાલની આંદોલનની ચીમકી:ગીર પશ્ચિમ વન વિભાગમાં પાંચ મુખ્ય માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment