Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ':શંકરસિંહના નિવેદનથી વિવાદ, પાટીદાર-બ્રહ્મ અને જૈન સમાજે માફીની માગ કરી; બાપુએ કહ્યું- 'માફીનો સવાલ જ નથી'

    16 hours ago

    'અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને ₹50,000 પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો' આ શબ્દો છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના. કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે બાપુએ નર્મદામાં આપેલા આ નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ વિરોધ કર્યો અને બાપુ માફી માગે તેવી માગ કરી છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે, મારે બાપુને એ કહેવાનું છે કે શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો હું પાંચ લાખ રૂપિયા દર મહિને તમને આપીશ. વિવિધ સમાજના નેતાઓના નિવેદન બાદ બાપુએ ફરી નિવેદન આપતા કહ્યું કે, મેં જિંદગીમાં કોઈ નિવેદનને ફેરવી તોળ્યું નથી. માફઈ માગવાનો સવાલ જ નથી. શંકરસિંહ સામે મજાક ન કરતા. હું ચિલાચાલુ પોલિટિશિયન નથી, જે કીધું છે તે ડંકાની ચોટ પર કીધું છે. આ સરકાર નકામી છે તો એને બદલી કાઢો:શંકરસિંહ વાઘેલા નર્મદામાં સાગબારાના ખોપીમાં વન અધિકાર સત્યાગ્રહમાં 2 ઓક્ટોબરે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે. આદિવાસીઓએ આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલી કાઢવી જોઈએ. ખેડૂતોના આગેવાનોએ આગામી દિવસોમાં બળદગાડા સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવું જોઈએ. આ સરકાર નકામી છે તો એને બદલી કાઢો. અમે અલગ ભીલિસ્તાન રાજ્યનું સમર્થન જાહેર કરીએ છીએ. આદિવાસીઓ અલગ ભીલિસ્તાન બનાવે એમાં મારું પૂરે પૂરું સમર્થન છે. આખી દુનિયાને ખબર છે કે સૌથી દુઃખી સમાજ આદિવાસી સમાજ છે. દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા લોકો અનામતના દુશ્મન છે. 'રાજકીય લાભ ખાતર સમાજને ન છંછેડાય' યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલા શરૂઆતથી જ વિવાદિત નિવેદનો અને કાર્યો કરવા માટે ટેવાયેલા છે. ભારતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા વર્ષો પહેલા જ નાબૂદ થઈ ચૂકી છે. જે સમાજ આ કામ કરતો હતો તેમને સન્માનભેર જીવવા અગાઉની અને વર્તમાન સરકારોએ અનેક કાર્યો કર્યા છે. ત્યારે માત્ર રાજકીય માઈલેજ લેવા કોમ-કોમ કે ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું તદ્દન અયોગ્ય છે. બાપુએ કંઈ પણ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે રાજકીય લાભ ખાતર સમાજને ન છંછેડાય. પોતાના સમાજને કેમ બાકાત રાખ્યો: યજ્ઞેશ દવેનો સવાલ યજ્ઞેશ દવેએ સવાલ ઉઠાવ્યો કે, માત્ર ત્રણ સમાજ-પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા સમાજને જ કેમ ટાર્ગેટ કર્યા? તેઓ પોતે ક્ષત્રિય છે અને સવર્ણ સમાજમાંથી જ આવે છે, તો તેમણે પોતાના સમાજનું નામ કેમ ન લીધું? આ બધું દર્શાવે છે કે તેઓ માત્ર વિવાદ ઊભો કરવા માંગે છે. બ્રહ્મ સમાજ કે અન્ય કોઈ સમાજને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવશે, તો બ્રહ્મ સમાજ તે સાંખી લેશે નહીં. કોઈ ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે વાત કરાઈ: અલ્પેશ કથીરિયા ભાજપના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ બાપુના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. કથીરિયાએ કહ્યું કે, તેમની ઉંમર અને પરિપક્વતાની તદ્દન વિરુદ્ધ છે. જ્ઞાતિ-જાતિ વચ્ચે વેરઝેર ફેલાવતી અને રૂપિયા 50,000 આપીને મેલું ઉપાડવાની વાતો માત્ર કોઈ ચોક્કસ વર્ગને ખુશ કરવા માટે જ કરાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતાને આવા નિવેદનો માટે શરમ આવવી જોઈએ અને રાજનેતાઓએ આવી ખુશામતખોરીથી દૂર રહેવું જોઈએ. 'લાગણી દુભાવવા બદલ શંકરસિંહ માફી માંગે' અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ માંગણી કરી છે કે શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે માફી માંગવી જ જોઈએ. મોટા મંચ પરથી આવી વાહિયાત વાતો કરવાથી સમાજના લોકોની લાગણીઓ દુભાય છે, અને આ કોઈ એવી સામાન્ય વાત નથી જેને લોકો હસીને કાઢી મૂકે. સ્પષ્ટતા અને માફીની માંગ કરીને વધુમાં કહ્યું કે, વડીલોએ આવા નિવેદનોથી બચવું જોઈએ અને તેમની ઉંમર પ્રમાણે કાં તો તેમણે મૌન રહેવું જોઈએ અથવા તો ન બોલવું જોઈએ. 'આ જ પટેલ, બ્રાહ્મણ અને વાણિયાના પૈસા લીધા છે' સુરતમાં જૈન સમાજના અગ્રણી નીરવ શાહે કહ્યું કે, માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા, વર્ગ વિગ્રહ કરાવવા અને જ્ઞાતિવાદના ભેદભાવ ઊભા કરવા પૂર્વ મુખ્યમંત્રી નિવેદનો કરી રહ્યા છે. અત્યાર સુધી વિવિધ પક્ષો બદલીને અથવા નવા પક્ષો બનાવીને રાજકારણ કરી ચૂક્યા છે. તેમણે અગાઉ આ જ પટેલ, બ્રાહ્મણ અને વાણિયા પાસેથી આર્થિક સહયોગ લીધો છે, તેથી સમાજને પૈસાથી તોલવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આ પ્રકારના નિવેદનોથી જૈન, પટેલ અને બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ છે અને રોષ છે. દિનેશ બાંભણિયાએ નિવેદનનો વિરોધ કર્યો પાટીદાર સમાજના નેતા દિનેશ બાંભણિયાએ પણ બાપુના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. આ નિવેદન બાલ્ય અવસ્થાવાળું ગણાવી દાવો કર્યો કે, ચોક્કસ સમાજને ખુશ કરવા આવું નિવેદન આપવામાં આવ્યું છે. સમાજને એકબીજા સામે ઊભા કરવાને બદલે સામાજિક એકતા જળવાઈ રહે તે માટે જવાબદાર નિવેદનો કરવાની જરૂર છે. 'દરેકને પોતાની પસંદગીના વ્યવસાય-રોજગારીનો અધિકાર' બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદીએ કહ્યું કે, કોઈપણ સમાજને હીન ગણાવતી કે ચોક્કસ સમાજને કોઈ કામ કરવા માટે ફરજ પાડતી વાત સ્વીકારી શકાય નહીં. દરેક વ્યક્તિને પોતાની પસંદગીના વ્યવસાય અને રોજગારી કરવાનો અધિકાર છે. બાપુ જો મેલું ઉપાડશે તો અમે રોજના ₹1 લાખ આપીશું. સ્વચ્છતા અને ગાંધીજીના મૂલ્યોની વાત કરવામાં આવે છે તો તેની શરૂઆત પોતાના ઘરથી અને પોતાનાથી કરવી જોઈએ. આધુનિક સમયમાં વર્ણવ્યવસ્થા જેવી કોઈ વ્યવસ્થા રહી નથી. બ્રાહ્મણ સમાજે શિક્ષણ આપવા-અપાવવા તથા ધાર્મિક કાર્યોમાં માર્ગદર્શન આપવાની ભૂમિકા ભજવી છે. આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે, નવરાત્રિ પહેલાં નવાજૂની
    Click here to Read More
    Previous Article
    એર ચીફ માર્શલે કહ્યું- તેજસની ડિલિવરીમાં વિલંબ આપણું નુકસાન:વાયુસેનાને દર વર્ષે 36-40 ફાઇટર જેટની જરૂરિયાત; વર્તમાન સ્ક્વોડ્રન ઘટીને 29 થઈ
    Next Article
    વેપારીના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ગઠિયા રફુચકકર:પત્ની સાથે વોક પર નીકળેલા વેપારીને બાઈક સવાર બે શખ્સોએ નિશાન બનાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment