Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડતર માંગણીઓ અંગે વનરક્ષક-વનપાલની આંદોલનની ચીમકી:ગીર પશ્ચિમ વન વિભાગમાં પાંચ મુખ્ય માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

    11 hours ago

    ​ગીર પશ્ચિમ વન વિભાગ જૂનાગઢ તથા જૂનાગઢ ડિવિઝન કક્ષાએ વનરક્ષકો અને વનપાલ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદનપત્રો આપવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા રાજ્યના વનરક્ષક તથા વનપાલ સંવર્ગના કર્મચારીઓના હિત તથા રાજ્યના વન, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખી સમયાંતરે વિવિધ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. વનરક્ષકએ રાજ્યના વન અને વન્યજીવ સંરક્ષણની કામગીરીમાં સૌથી પાયાની ફિલ્ડ કેડર છે. પ્રતિકૂળ વાતાવરણ, અંતરિયાળ તથા સંવેદનશીલ વિસ્તારો, વન્યજીવોના જોખમો અને મર્યાદિત માનવબળ વચ્ચે આ કર્મચારીઓ દ્વારા સતત ફરજ બજાવવામાં આવે છે. તેમ છતાં લાંબા સમયથી તેમના કેટલાક મૂળભૂત સેવા, વહીવટી, આર્થિક, માનવીય તથા સુરક્ષા સંબંધિત પ્રશ્નોનો વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવવાથી કર્મચારી મંડળ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ​પેનડાઉન કાર્યક્રમ અને અંતે અનિશ્ચિત કાળની હડતાલ કરાશે આગામી સમયમાં જિલ્લાવાઈઝ પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવશે, દરેક સરકારી કાર્યક્રમોમાં અને ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવશે, પેનડાઉન કાર્યક્રમ યોજાશે, દરેક સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી ઓનલાઈન કામગીરી તેમજ રેસ્ક્યૂ સિવાયની તમામ કામગીરી બંધ કરવામાં આવશે, માસ સી.એલ. પર ઉતરાશે અને અંતે અનિશ્ચિત કાળની હડતાલ કરવામાં આવશે. સરકાર દ્વારા આ બાબતે વ્યક્તિગત હસ્તક્ષેપ કરી વન અને પર્યાવરણ વિભાગ, નાણાં વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવી આશા હતી, પરંતુ આજદિન સુધી કોઈ પ્રત્યુત્તર ન મળતા અને કર્મચારીઓના પ્રશ્નો બાબતે ઉપેક્ષાવૃત્તિ સેવવામાં આવતી હોવાથી પાયાના કર્મચારીઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે, જેમાં જિલ્લા યુનિટનો તમામ સ્ટાફ જોડાશે. ​આ પાંચ મુખ્ય માંગણીઓ સાથે વનરક્ષક અને વનપાલ મેદાને ઉતર્યા વનરક્ષક તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી તેમની પડતર માંગણીઓ હતી, જેને લઈને તેમણે ગીર પશ્ચિમ વન વિભાગ જૂનાગઢ તથા જૂનાગઢ ડિવિઝન કક્ષાએ તમામ વનરક્ષક અને વનપાલ દ્વારા આવેદન પત્રો આપ્યા છે. તેમની કુલ પાંચ મુખ્ય માંગણીઓ છે, જેમાં પ્રથમ માંગણી એ છે કે તેઓ ગીર અભ્યારણમાં સિંહ, દીપડા, મગર, અજગર અને સાપ જેવા વન્ય પ્રાણીઓ સાથે નોકરી કરી તેની સુરક્ષા માટે કામ કરતા હોવાથી તેમને સુરક્ષા એલાઉન્સ (સિક્યુરિટી એલાઉન્સ) આપવામાં આવે. બીજી માંગણી રજા પગાર બાબતની છે, જેમાં અગાઉ 2022ના આંદોલન વખતે 48 દિવસનો રજા પગાર અપાયો હતો અને બાકીના દિવસોમાં ફિક્સ ચૂકવાય છે, તેના બદલે વનરક્ષક અને વનપાલ બંનેને જાહેર રજાના દિવસોનો પૂરેપૂરો રજા પગાર મૂળ પગાર ધોરણ મુજબ આપવામાં આવે. વનરક્ષકોને પ્રમોશન આપીને વનપાલ તરીકે ફરજ પર મૂકવા માગ ​તેમણે ત્રીજી માંગણી વિશે જણાવ્યું કે, જે વનરક્ષક તથા વનપાલ વતનથી દૂર નોકરી કરે છે અને જેના માતા-પિતા બીમાર હોય અથવા પતિ-પત્નીના કેસ હોય, તેવા કિસ્સાઓમાં સમયસર બદલીઓ થતી નથી, તેથી સમયસર બદલીઓ કરવામાં આવે. ચોથી માંગણી ગ્રેડ પે સુધારા અંગે છે, જેમાં કાયમી શ્રમયોગી રોજમદારનો ગ્રેડ પે 1900 છે, જ્યારે વનરક્ષકનો 1800 અને વનપાલનો 2400 ગ્રેડ પે છે જે ખૂબ ઓછો હોવાથી તેમાં સુધારો કરવામાં આવે. પાંચમી અને અંતિમ માંગણી એ છે કે સીધી વનપાલની ભરતી બંધ કરવામાં આવે અને વનરક્ષકોને પ્રમોશન આપીને વનપાલ તરીકે ફરજ પર મૂકવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વેપારીના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ગઠિયા રફુચકકર:પત્ની સાથે વોક પર નીકળેલા વેપારીને બાઈક સવાર બે શખ્સોએ નિશાન બનાવ્યા
    Next Article
    Popular LGBTQ Influencer And Makeup Artist Mad Sandhu Shot Dead In Amritsar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment