Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કર્મીની ગાડી કોર્ટમાં જવા દેવાતા વિવાદ થયો:વડોદરા કોર્ટ પરિસરના ગેટ પર હડતાળ સમયે ગેટ આગળ વાહન રોકવા બાબતે વકીલો અને પોલીસ વચ્ચે તું તું મેં મેં થયું, આખરે મામલો થાળે પડ્યો

    17 hours ago

    વડોદરા વકીલ મંડળની હાલ હડતાળ ચાલી રહી છે, ત્યારે વડોદરા કોર્ટ પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર આગળથી વાહનો પસાર કરાવવા અને રોકવા બાબતે વકીલો અને સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હડતાળ સમયે પોલીસ કર્મીની ગાડી કોર્ટમાં જવા દેવાતા વિવાદ થયો હતો અને સમગ્ર મામલો ઉગ્ર બની ગયો હતો. વડોદરા કોર્ટ પરિસરના ગેટ પાસેથી પોલીસ અને ખાનગી વાહનોની અવરજવરને લઈને ત્યાં હાજર વકીલોએ વિરોધ દર્શાવ્યો હતો. આ મુદ્દાને લઈને ગેટ પર હાજર પોલીસ કર્મચારીઓ અને વકીલો સામસામે આવી ગયા હતા અને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો અને શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. વકીલોએ પોલીસની કામગીરી અને ભેદભાવપૂર્ણ વર્તન સામે સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે પોલીસે પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ડ્યૂટી નિભાવવાની વાત કરી હતી. આ ઘટના દરમિયાન અન્ય વકીલો અને સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પરિસ્થિતિ થોડી વાર માટે તણાવપૂર્ણ બની ગઈ હતી. છેવટે વરિષ્ઠ વકીલો અને પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી:મુસાફરો માટેની સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરી સૂચનાઓ આપી
    Next Article
    સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment