Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની શાળામાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાની સરપ્રાઈઝ વિઝિટ:ટિંબડી ગામની શાળામાં શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓ તપાસી, અધિકારીઓને સૂચનો આપ્યા

    1 day ago

    રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મોરબી જિલ્લાના ટિંબડી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાની અચાનક મુલાકાત લીધી. તેઓ મોરબીમાં એક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે શાળાએ પહોંચ્યા હતા. મંત્રીએ શાળાના શૈક્ષણિક કાર્ય અને માળખાકીય સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. તેમણે વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા તપાસી અને તેમની સાથે વાતચીત કરી. તેમણે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર રૂમ અને મધ્યાહન ભોજનના રસોડાની સ્વચ્છતા-પૌષ્ટિકતાની સમીક્ષા કરી. શાળાના મેદાન અને નવા બની રહેલા વર્ગખંડોના નિર્માણ કાર્યની પણ મુલાકાત લીધી. મંત્રીએ નિર્માણ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તે માટે અધિકારીઓને સૂચનો આપ્યા. તેમણે શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા, વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ અભિગમ સાથે ઉત્તમ શિક્ષણ આપવા પર ભાર મૂક્યો. કલેકટર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ તેમની સાથે હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા કમિશનર રાજકુમાર બેનીવાલનો મોટો નિર્ણય:ફરિયાદીઓ પાસેથી સીધો ફીડબેક લેવાશે, કાગળ પર નિકાલ કરનારા આળસુ કર્મચારીઓ અને ખોટી ફરિયાદ કરનારા બંને ભેરવાશે
    Next Article
    મહીસાગરમાં વિકસિત ભારત @2047 પર જિલ્લા કક્ષાની સ્પર્ધા:98 વિદ્યાર્થીઓએ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં દેખાડી પ્રતિભા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment