Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા કમિશનર રાજકુમાર બેનીવાલનો મોટો નિર્ણય:ફરિયાદીઓ પાસેથી સીધો ફીડબેક લેવાશે, કાગળ પર નિકાલ કરનારા આળસુ કર્મચારીઓ અને ખોટી ફરિયાદ કરનારા બંને ભેરવાશે

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ રાજકુમાર બેનીવાલે નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરી છે. ખાસ કરીને રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓમાં કોઈપણ પ્રકારની ફરિયાદ કે ગેરરીતિ ન ચલાવી લેવા માટે તેમણે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આ દિશામાં નક્કર પગલાં ભરતાં, પાલિકાના પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવનારા નાગરિકો પાસેથી હવે સીધો ફીડબેક લેવાની નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઓનલાઇન ફરિયાદ કરનારા નાગરિકોનો ડેટા એકત્રિત કરાશે સ્વચ્છતાથી લઈને વિવિધ માપદંડોમાં દેશભરમાં અગ્રેસર રહેતા સુરત શહેરના સર્વાંગી વિકાસની સાથે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચે તે હેતુથી કમિશનર દ્વારા સતત સંકલન સાધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ પાલિકાના પોર્ટલ પર સફાઈ, ગંદકી, પાણી સહિતની વિવિધ સમસ્યાઓ અંગે ઓનલાઇન ફરિયાદ કરનારા નાગરિકોનો ડેટા એકત્રિત કરવામાં આવશે. ત્યારપછી આ ફરિયાદીઓમાંથી રેન્ડમલી નાગરિકોની પસંદગી કરીને તેમને સીધો ફોન કરવામાં આવશે. નાગરિકોના અભિપ્રાયના આધારે રિપોર્ટ તૈયાર કરી કમિશનરને સોંપાશે ફોન પર નાગરિકોને તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું છે કે નહીં, જો નિરાકરણ થયું હોય તો કેટલા સમયમાં થયું અને તેઓ કામગીરીથી સંતુષ્ટ છે કે નહીં, તે અંગે પુછપરછ કરવામાં આવશે. આ તમામ વિગતો અને નાગરિકોના અભિપ્રાયના આધારે નિર્ધારિત સમયમાં એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે. બેદરકારી દાખવનારા કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાંની શકયતા આ કડક વ્યવસ્થા અમલમાં આવવાથી અત્યાર સુધી સ્થળ પર પહોંચ્યા વિના જ કાગળ પર ફરિયાદનો નિકાલ બતાવી દેતા આળસુ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કામમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પૂર્ણ શક્યતા છે. આ સાથે પાલિકા પોર્ટલ પર આવતી હજારો ફરિયાદોમાં કેટલીકવાર ખોટી કે તથ્ય વગરની ફરિયાદો પણ નોંધાતી હોય છે, જેના કારણે તંત્રનો સમય બગડે છે. જેથી હવે ખોટી ફરિયાદો નોંધાવી તંત્રને ગેરમાર્ગે દોરનારા અસામાજિક નાગરિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નવી પહેલથી તંત્રમાં પારદર્શિતા વધશે અને નાગરિકોની વાસ્તવિક સમસ્યાઓનો ઝડપી અને સંતોષકારક ઉકેલ આવશે.
    Click here to Read More
    Previous Article
    આંબલી રોડ-ચાંદલોડિયા વચ્ચેની રેલવે ફાટક વાહન ચાલકો માટે બંધ રહેશે:5 ઓક્ટોમ્બર સવારે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી રિપેરીંગના કરાશે
    Next Article
    મોરબીની શાળામાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાની સરપ્રાઈઝ વિઝિટ:ટિંબડી ગામની શાળામાં શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓ તપાસી, અધિકારીઓને સૂચનો આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment