Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વિકસિત ભારત @2047 પર જિલ્લા કક્ષાની સ્પર્ધા:98 વિદ્યાર્થીઓએ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં દેખાડી પ્રતિભા

    1 day ago

    મહીસાગર જિલ્લામાં રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘વિકસિત ભારત @2047’ વિષય પર જિલ્લા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. આનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય વિકાસની ભાવના અને સર્જનાત્મકતા વધારવાનો હતો. લુણાવાડા નજીક હરદાસપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાભરની શાળાઓમાંથી કુલ 98 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 6 થી 8, 9 થી 10 અને 11 થી 12 ના વિદ્યાર્થીઓ સામેલ હતા. ચિત્ર સ્પર્ધામાં 50 અને વક્તૃત્વ સ્પર્ધામાં 48 વિદ્યાર્થીઓએ પ્રતિભા દર્શાવી. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત @2047’ વિષય પર પોતાના વિચારો અને કલ્પનાઓને ચિત્રો અને વક્તવ્ય દ્વારા રજૂ કર્યા. તેમણે 2047ના આધુનિક અને સમૃદ્ધ ભારતની કલ્પના વ્યક્ત કરી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી કૃપા એન. જહાં અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ દામા ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી.
    Click here to Read More
    Previous Article
    મોરબીની શાળામાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાની સરપ્રાઈઝ વિઝિટ:ટિંબડી ગામની શાળામાં શૈક્ષણિક કાર્ય અને સુવિધાઓ તપાસી, અધિકારીઓને સૂચનો આપ્યા
    Next Article
    રક્તદાન જાગૃતિ માટે બાઈક રાઈડ મોરબી પહોંચી:'હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા' સૂત્ર સાથે ભવ્ય સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment