Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસણ ગામની આંગણવાડીમાં 'આંગણ મિલન સેવા કાર્યક્રમ' યોજાયો:બાળકોને સુખડી-ફળનું વિતરણ કરાયું, કુપોષિત બાળકોને ઇનામ અપાયા

    1 day ago

    પાલનપુર ICDS ઘટક-2 હેઠળ વાસણ (ધાણધા) ગામની આંગણવાડીઓમાં 'વિકસિત ભારત જન સેવા અભિયાન' અંતર્ગત 'આંગણ મિલન સેવા કાર્યક્રમ' ઉજવાયો. આ કાર્યક્રમમાં બાળકોને સુખડી અને ફળ અપાયા હતા. અતિ કુપોષિત તેમજ તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામો અને પ્રશસ્તિપત્રો અપાયા. મુખ્યમંત્રીનો સંદેશ તથા કિશોરી સંદેશ પણ વાંચવામાં આવ્યો. મહાનુભાવોએ બાળકોના પોષણ, આરોગ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું. પોષણ માસ અંતર્ગત સૌને પોષણ શપથ લેવડાવાઈ. આ કાર્યક્રમની વ્યવસ્થા આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનો દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે નિતાબેન દરજી, રામસિંહ સોલંકી, ગજુસિંહ ડાભી, માલા ગમાર, સરપંચ લીલાબેન ઠાકોર, ICDS તાલુકા પંચાયતના કિરણ લુટયા, NNM બ્લોક કોઓર્ડિનેટર, આચાર્ય મનુ પરમાર, CHO નિશાબેન, FHW કવિતાબેન, MPHW પિયુષ પરમાર સહિત આંગણવાડી કાર્યકર, તેડાગર, આશાવર્કર બહેનો, સગર્ભા-ધાત્રી માતાઓ અને ગ્રામજનો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત:વટવા ટર્નિંગ પાસે લોડિંગ ટેમ્પોચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ઓગણજ સર્કલ પાસે પાર્ક કરેલ ટ્રકમાં અન્ય ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત
    Next Article
    આંબલી રોડ-ચાંદલોડિયા વચ્ચેની રેલવે ફાટક વાહન ચાલકો માટે બંધ રહેશે:5 ઓક્ટોમ્બર સવારે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી રિપેરીંગના કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment