Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત:વટવા ટર્નિંગ પાસે લોડિંગ ટેમ્પોચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ઓગણજ સર્કલ પાસે પાર્ક કરેલ ટ્રકમાં અન્ય ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત

    2 days ago

    શહેરમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં વટવામાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં વટવા ટર્નીગ પાસે રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને ટેમ્પો ચાલકે અડફેટે લેતા મોત થયું છે.ત્યારે બીજા બનાવમાં એસ.પી.રિંગરોડ ઓગણજ સર્કલ પાસે પાર્ક કરેલ ટ્રકમાં અન્ય ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત થયું હતું. બને બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રથમ બનાવ લોડિંગ ટેમ્પોચાલકે વૃદ્ધને અડફેટે લીધા, સારવાર દરમિયાન મોત ​વટવા ઠાકોરવાસમાં રહેતા 60 વર્ષીય તુલસીરામ મારવાડી છૂટક મજૂરી કરતા હતા. ગત 28 સપ્ટેમ્બરે સવારે ઇસનપુરથી અસલાલી તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન નારોલ-વટવા ટર્નિંગ પાસે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલા અજાણ્યા લોડિંગ ટેમ્પાના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ તુલસીરામ રોડ પર પછડાતા તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ અકસ્માત સર્જી ટેમ્પો ચાલક વાહન સાથે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટેમ્પો ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજો બનાવ પાર્ક કરેલ ટ્રકમાં અન્ય ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત વિરમગામ તાલુકાના થોરી ગામના વતની 28 વર્ષીય સંજયભાઈ રમેશભાઈ મુલાડીયા પોતાના શેઠની આઇસર ટ્રક લઈને જઈ રહ્યા હતા. ત્યારે પરોઢિયે એસ.પી.રિગરોડ પર ઓગણજ સર્કલ પાસે પોહચ્યા ત્યારે સાયપ્રમ પરીસર ફ્લેટ્સ નજીક જાહેર રોડ પર એક ટ્રક બંધ હાલતમાં ઊભેલી હતી. આ ટ્રકના ડ્રાઇવરે વાહનની આગળ કે પાછળ ડાયવર્ઝન કે ચેતવણી આપતું કોઈ સાઇનબોર્ડ મૂક્યું ન હતું. જેથી ​અંધારા અને સાઇનબોર્ડના અભાવે આઇસર ટ્રક ઊભેલી ટ્રકની પાછળ ઘુસી જતા ચાલક સંજય અંદર જ ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોએ તેને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સંજયનું મોત નીપજ્યું હતું. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શુભેન્દુએ કહ્યું- મમતાએ પગમાં ફ્રેક્ચરનું બહાનું બનાવ્યું હતું:દાવો- મેડિકલ રિપોર્ટમાં એવું કંઈ નથી; 2021ની ચૂંટણીમાં TMCને સૌથી મોટી જીત મળી હતી
    Next Article
    વાસણ ગામની આંગણવાડીમાં 'આંગણ મિલન સેવા કાર્યક્રમ' યોજાયો:બાળકોને સુખડી-ફળનું વિતરણ કરાયું, કુપોષિત બાળકોને ઇનામ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment