Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભેન્દુએ કહ્યું- મમતાએ પગમાં ફ્રેક્ચરનું બહાનું બનાવ્યું હતું:દાવો- મેડિકલ રિપોર્ટમાં એવું કંઈ નથી; 2021ની ચૂંટણીમાં TMCને સૌથી મોટી જીત મળી હતી

    2 days ago

    પશ્ચિમ બંગાળ સરકાર મમતા બેનર્જીને 2021માં થયેલી ઈજાની તપાસ કરશે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શનિવારે દાવો કર્યો હતો કે આ ઈજામાં ફ્રેક્ચર થયું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. 10 માર્ચ 2021ના રોજ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રચાર દરમિયાન મમતા બેનર્જીએ પગમાં ઈજા થયાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભીડના દબાણ અને ધક્કાને કારણે કારનો દરવાજો તેમના ડાબા પગ પર જોરથી અથડાયો હતો. ત્યારબાદ મમતાએ ચૂંટણી પ્રચાર પગ પર પ્લાસ્ટર લગાવીને કર્યો હતો. 2021ની વિધાનસભા ચૂંટણીમાં TMCને તેના રાજકીય ઇતિહાસની સૌથી મોટી જીત મળી હતી. પાર્ટીએ બંગાળની 294માંથી 215 બેઠકો જીતી હતી. શુભેન્દુ બોલ્યા- 9 ઓક્ટોબર પછી માહિતી આપીશ મીડિયા સાથે વાત કરતા શુભેન્દુએ કહ્યું કે મમતાના ખોટા આરોપે નંદીગ્રામના લોકોનું અપમાન કર્યું છે. 9 ઓક્ટોબર પછી આચારસંહિતા હટશે ત્યારે હું આ અંગે વધુ માહિતી આપીશ. બંગાળની 2 વિધાનસભા બેઠક પર 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. TMCના બંને જૂથોને નવું નામ-ચૂંટણી ચિહ્ન ચૂંટણી પંચે TMCના બંને જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવી દીધાં છે. મમતા બેનર્જીના જૂથને ‘મમતા ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ અને ‘ફૂટબોલ ખેલાડી’નું ચિહ્ન મળ્યું છે, જ્યારે બીજા જૂથને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ અને ‘પરબીડિયું’ આપવામાં આવ્યું છે. તેના એક દિવસ પહેલાં પંચે બંને જૂથોને ‘ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘ફૂલ-ઘાસ’વાળું મૂળ ચૂંટણી ચિહ્ન વાપરવા પર રોક લગાવી દીધી હતી. આ વચગાળાની વ્યવસ્થા છે. મૂળ નામ અને ચિહ્ન અંગેનો અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે. હવે બંને જૂથ પેટાચૂંટણીમાં નવા પક્ષના નામ અને ચિહ્ન સાથે ચૂંટણી લડશે. નંદીગ્રામ TMC અને ભાજપ, બંને માટે મહત્વની બેઠક નંદીગ્રામ લાંબા સમયથી TMC અને ભાજપ વચ્ચેના રાજકીય સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ વિસ્તારમાં 2007ના જમીન અધિગ્રહણ વિરોધી આંદોલને મમતા બેનર્જી અને TMCને 2011માં સત્તા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2021માં મમતાએ અહીંથી બંગાળના વર્તમાન સીએમ શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયાં હતાં. અધિકારી BJPમાં જોડાયા બાદ TMCના સૌથી મોટા પ્રતિસ્પર્ધી બની ચૂક્યા છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુર બેઠક પરથી પણ ચૂંટણી લડી અને બંને જગ્યાએ જીત મેળવી. ભવાનીપુરમાં તેમણે મમતા બેનર્જીને 15,105 મતોથી હરાવ્યાં. અધિકારીને 73,917 મત મળ્યા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા. બાદમાં અધિકારીએ ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખી અને નંદીગ્રામમાંથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ નંદીગ્રામ બેઠક ખાલી થઈ.
    Click here to Read More
    Previous Article
    દુબઈ ક્રાઉન પ્રિન્સે જાંબાઝ સ્મિત મચ્છરનું માથું ચૂમ્યું:કહ્યું– ‘તમે દેશનું માન વધાર્યું’, જીવલેણ હુમલા બાદ કેવી છે ગુજરાતી પાઇલટની હેલ્થ? જાણો
    Next Article
    અમદાવાદમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત:વટવા ટર્નિંગ પાસે લોડિંગ ટેમ્પોચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ઓગણજ સર્કલ પાસે પાર્ક કરેલ ટ્રકમાં અન્ય ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment