Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દશાવાડામાં પરમિટ પૂરી થયા બાદ પણ ખોદકામ ચાલુ:પાટણ ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી મશીન અને ટ્રેક્ટર જપ્ત કર્યા, હવે દંડાત્મક કાર્યવાહી થશે

    2 days ago

    સિદ્ધપુરના દશાવાડા ગામમાં પરમિટની મુદત પૂરી થયા પછી પણ ખોદકામ ચાલુ હતું. આ માહિતી મળતા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે આવી, જેના કારણે સ્થળ પરથી એક મશીન અને એક ટ્રેક્ટર જપ્ત કરાયા છે. પાટણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી મહર્ષી વ્યાસ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, દશાવાડામાં પરમિટ ધારક મુદત પૂરી થયા પછી પણ ખોદકામ ચાલુ રાખી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે ખનનવાળી જગ્યા પર જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન, સ્થળ પર મશીન અને ટ્રેક્ટરથી ખનન ચાલુ હતું. ટીમે તરત જ બંને વાહનો કબજે લીધા. ભૂસ્તર શાસ્ત્રી મહર્ષી વ્યાસે જણાવ્યું કે, ખોદકામ કરાયેલા વિસ્તારનો નકશો બનાવવામાં આવશે અને પછી દંડાત્મક કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એઇમ્સ હોસ્પિટલના નર્સીંગ સ્ટાફની ધરપકડ:ઇન્ટર્નશીપ કરતી કોલેજની જ વિદ્યાર્થીનીએ કહ્યું તમને આ ન શોભે તો આરોપીએ "ઘરકી દાલ ડેઇલી કોન ખાતા હૈ" કહી ફ્લર્ટ કરી કમર પકડી છેડતી કરી'તી
    Next Article
    નવયુગ ગ્રુપમાં સૈનિકોનું સન્માન, શિક્ષકોને રાષ્ટ્રનિર્માણનો સંદેશ:મોરબીના વિરપર કેમ્પસમાં મંત્રી ત્રિકમ છાંગા અને આચાર્ય ગોપાલજી ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment