Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એઇમ્સ હોસ્પિટલના નર્સીંગ સ્ટાફની ધરપકડ:ઇન્ટર્નશીપ કરતી કોલેજની જ વિદ્યાર્થીનીએ કહ્યું તમને આ ન શોભે તો આરોપીએ "ઘરકી દાલ ડેઇલી કોન ખાતા હૈ" કહી ફ્લર્ટ કરી કમર પકડી છેડતી કરી'તી

    2 days ago

    રાજકોટ એઇમ્સ હોસ્પીટલમાં ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થીની સાથે ડ્રેસીંગ વિભાગમાં નર્સીગ સ્ટાફ તરીકે નોકરી કરતા કર્મચારીએ અવાર નવાર ફ્લર્ટ કરી વિદ્યાર્થીનીની કમરના ભાગે હાથ રાખી કમર પકડી અને ખભા પર હાથ રાખી છેડતી કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપી લલિત શર્માની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ પશ્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, મૂળ રાજસ્થાનની અને હાલ રાજકોટ એઇમ્સ હોસ્ટેલમાં રહી MBBSનો અભ્યાસ કરતી યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તે પોતે હાલ એઇમ્સ હોસ્પીટલમાં જ ઇન્ટર્નશીપ કરે છે. ગત તા.30.09.2026ના રોજ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ડ્રેસીંગ વિભાગમાં નોકરી હતી ત્યારે આરોપી લલીત શર્મા સાથે નોકરી હતી તે દીવસે બંને ડ્રેસીંગ રૂમમાં હતા ત્યારે કોઇ પેશન્ટ ન હોય જેથી લલીતે રૂમનો દરવાજો આડો કરી અને કોઇપણ રીતે મારી સાથે વાત કરવાની કોશીશ કરી હતી. ત્યારબાદ ડ્રેસીંગ રૂમમાં ખુરશી ઉપર બેઠી હતી ત્યારે ખુરશી સહીત પોતાની તરફ ખેંચી હતી જેથી ફરિયાદી યુવતી ખુરશી પરથી ઉભી થઇ બાકડા પર બેઠી હતી ત્યારે આરોપી લલીત શર્માએ બાજુમાં આવીને યુવતીના કમરના ભાગે ટચ કરવાનો ઇશારો કરીને "કેન આઈ ટચ'' કહી બે ત્રણ વાર કમરના ભાગે ટચ કરવાનો ઇશારો કર્યો હતો અને પછી અચાનક કમરમાં હાથ નાખી પકડી બાદમાં ખભા પર હાથ મુક્યો જેથી યુવતી ગભરાઇ અને ત્યાંથી ઉભી થઈને બહાર નીકળી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વનરક્ષક અને વનપાલ દ્વારા પડતર માંગણીઓ અંગે આંદોલનની ચીમકી:ગીર પશ્ચિમ વન વિભાગમાં વનરક્ષકો અને વનપાલની પાંચ મુખ્ય માંગણીઓ મુદ્દે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનનું એલાન, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
    Next Article
    દશાવાડામાં પરમિટ પૂરી થયા બાદ પણ ખોદકામ ચાલુ:પાટણ ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી મશીન અને ટ્રેક્ટર જપ્ત કર્યા, હવે દંડાત્મક કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment