Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવયુગ ગ્રુપમાં સૈનિકોનું સન્માન, શિક્ષકોને રાષ્ટ્રનિર્માણનો સંદેશ:મોરબીના વિરપર કેમ્પસમાં મંત્રી ત્રિકમ છાંગા અને આચાર્ય ગોપાલજી ઉપસ્થિત રહ્યા

    2 days ago

    મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિરપર કેમ્પસમાં રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખીને બે કાર્યક્રમો યોજાયા. જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને પ્રખર વક્તા આચાર્ય ગોપાલજી ઉપસ્થિત રહ્યા. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો. આમાં દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા વીર સૈનિકો અને તેમના પરિવારજનોનું સન્માન કરાયું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સ્ટાફ સેમિનારમાં આચાર્ય ગોપાલજીએ ઉદ્બોધન કર્યું. તેમણે રાષ્ટ્રહિત અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની ભૂમિકા સમજાવી. શિક્ષક આવનારી પેઢીના વિચાર, સંસ્કાર અને ચારિત્ર્યનું ઘડતર કરનાર રાષ્ટ્રશિલ્પી છે. નવયુગ ગ્રુપના પ્રમુખ પી. ડી. કાંજીયાએ જણાવ્યું કે, રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક અને નિર્માણમાં શિક્ષકનું યોગદાન અનન્ય છે. એક સીમા પર રક્ષા કરે છે, બીજો વર્ગખંડમાં દેશનું ભવિષ્ય ઘડે છે.
    Click here to Read More
    Previous Article
    દશાવાડામાં પરમિટ પૂરી થયા બાદ પણ ખોદકામ ચાલુ:પાટણ ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી મશીન અને ટ્રેક્ટર જપ્ત કર્યા, હવે દંડાત્મક કાર્યવાહી થશે
    Next Article
    મોરબીમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ વિદ્યાર્થી સ્પર્ધાનું આયોજન:રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિજેતાઓને સન્માનિત કર્યા, વહીવટી તંત્રના આયોજનને બિરદાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment