Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્મીપરને મળ્યું ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’:રવાપર સેજા હેઠળના ગ્રામજનોને ઘરઆંગણે મળશે પ્રાથમિક સારવાર, દૂર જવાની જરૂરિયાત ઘટશે

    10 hours ago

    રવાપર સેજા હેઠળ આવતા લક્ષ્મીપર (નેત્રા) ગામના રહેવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે નવી સુવિધાનો પ્રારંભ થયો છે. ગામમાં નવા નિર્માણ પામેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. હવે ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે જ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લક્ષ્મીપર ગ્રામ પંચાયતના સરપંચ સુમરા ઓસમાનભાઈ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું પરંપરાગત રીતે પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના તાલુકા કક્ષાના અધિકારીઓ તથા રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓના મહત્વ અંગે માહિતી આપી હતી. તાલુકા હેલ્થ વિઝિટર ત્રિવેણીબેન જોષી, ટી.બી. સુપરવાઇઝર જયેશભાઈ વણકર, PHC રવાપરના MPHS સુલેમાન એ. પીંજારા, FHS ચંપાબેન સી. રાઠોડ સહિતના આરોગ્યકર્મીઓએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ સરપંચ, આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ અને ગ્રામજનોની હાજરીમાં રીબીન કાપીને નવા આરોગ્ય મંદિરને જનસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બાળાઓ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશ કરાવી કાર્યક્રમને વિશેષ બનાવવામાં આવ્યો હતો. નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કારણે સામાન્ય આરોગ્ય તપાસ, પ્રાથમિક સારવાર અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન જેવી સેવાઓ માટે ગ્રામજનોને નજીકમાં જ સુવિધા મળી રહેશે. ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને નાની-મોટી આરોગ્ય જરૂરિયાતો માટે દૂરના આરોગ્ય કેન્દ્રો સુધી જવાની મુશ્કેલીમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા PHC રવાપરના આરોગ્ય સ્ટાફ, CHO, MPHW, FHW અને સ્થાનિક આશા બહેનોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન રાજગોરે કર્યું હતું, જ્યારે ડૉ. અનેરી બગડીયાએ આભારવિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    93 ખેડૂતને રાજ્યકક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’:સૌરાષ્ટ્રના ખેડૂતને પ્રાકૃતિક ખેતીથી વર્ષે 50 લાખની આવક, 30 પશુથી 30 લાખનું દૂધ ઉત્પાદન; 100 નવા કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ
    Next Article
    નવસારીમાં કેફે માલિકે નિર્દોષ શ્વાનને ડ્રમ-કોથળામાં પૂરી ફેંક્યો, CCTV:ઇટાળવા ચાર રસ્તા પાસેની ઘટના, જીવદયાપ્રેમીની X પર ફરિયાદ બાદ પોલીસની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment