Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં કેફે માલિકે નિર્દોષ શ્વાનને ડ્રમ-કોથળામાં પૂરી ફેંક્યો, CCTV:ઇટાળવા ચાર રસ્તા પાસેની ઘટના, જીવદયાપ્રેમીની X પર ફરિયાદ બાદ પોલીસની તપાસ

    11 hours ago

    નવસારીના વ્યસ્ત વિસ્તાર ગણાતા ઇટાળવા ચાર રસ્તા પાસે આવેલા ઓપેરા હાઉસ નજીક માનવતાને શરમમાં મૂકે તેવી અત્યંત ઘૃણાસ્પદ અને ક્રૂર ઘટના સામે આવી છે. અહીં આવેલા એક કેફેના માલિકે પોતાની દુકાન આગળ રહેતા એક નિર્દોષ અને અબોલ શ્વાનનો કાયમી નિકાલ કરવાના હેતુથી અમાનવીય હરકત આચરી હતી, જેને લઈને સમગ્ર જીવદયા પ્રેમીઓ અને નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. ડ્રમમાં પૂરી, સિમેન્ટના કોથળામાં બંધ કરી ફેંકી દીધો શ્વાન ઇટાળવા ચાર રસ્તા પાસે ધમધમતા કેફેના માલિક દ્વારા અબોલ શ્વાનની કનડગતથી કંટાળી કે તેનો કાયમી નિકાલ કરવા માટે કેટલાક શખ્સોની મદદ લેવામાં આવી હતી. આ ક્રૂર માલિકના ઇશારે અબોલ શ્વાનને જીવતો જ એક મોટા ડ્રમમાં ભરાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પાશવી અત્યાચારની તમામ હદો વટાવતા શ્વાનને પ્લાસ્ટિક અને સિમેન્ટના કોથળામાં પૂરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ રોડની આસપાસ આવેલી નિર્જન તેમજ જાડી-ઝાખરાવાળી જગ્યાએ જીવતો જ ફેંકી દેવામાં આવ્યો હતો. આ મૂંગા જીવ પ્રત્યેની નિર્દયતાએ સામાજિક ચેતનાને હચમચાવી દીધી છે. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં મચી હલચલ આ અમાનવીય કૃત્ય આચર્યા બાદ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ અને તસવીરો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (Twitter) પર વાયરલ કરવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવતાની સાથે જ નવસારી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમીઓ, પશુ અધિકાર કાર્યકરો અને સામાન્ય નાગરિકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સે કેફેના માલિક અને આ કાવતરામાં સંડોવાયેલા તમામ ઇસમો સામે પશુ ક્રૂરતા અટકાવવા અંગેના કાયદા (PCA Act) હેઠળ કડકથી કડક કાનૂની પગલાં લેવાની જોરદાર માંગ કરી હતી. નવસારી પોલીસ હરકતમાં, ઝીણવટભરી તપાસના આદેશ સોશિયલ મીડિયા પર મામલો ગરમાયા બાદ અને ન્યાયની ઉગ્ર માંગ ઉઠતાની સાથે જ નવસારી જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. વાયરલ ટ્વીટના પ્રત્યુરમાં નવસારી પોલીસના સત્તાવાર હેન્ડલ પરથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે, આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ કૃત્યમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જીવદયા પ્રેમીઓમાં ઉઠતી કડક સજાની માગ મૂંગા અને અબોલ પ્રાણીઓ પ્રત્યે દિનપ્રતિદિન વધી રહેલી આવી હિંસક માનસિકતા સમાજ માટે ચિંતાનો વિષય બની છે. કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં આવા અમાનવીય બનાવો બનતા અટકાવવા માટે આ કેસમાં કડક દાખલો બેસાડવો અનિવાર્ય બન્યો છે. નવસારીના સ્થાનિક જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે કે, સંડોવાયેલા કેફેના માલિક અને તેના સાગરિતોની ત્વરિત અટકાયત કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવા નિર્દોષ જીવો સાથે ચેડાં કરવાની હિંમત ન કરે.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્મીપરને મળ્યું ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’:રવાપર સેજા હેઠળના ગ્રામજનોને ઘરઆંગણે મળશે પ્રાથમિક સારવાર, દૂર જવાની જરૂરિયાત ઘટશે
    Next Article
    વલસાડમાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ-વકૃત્વ સ્પર્ધામાં વિચારો વ્યક્ત કર્યા:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત @2047નો સંકલ્પ મજબૂત બનાવવાનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment