Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ-વકૃત્વ સ્પર્ધામાં વિચારો વ્યક્ત કર્યા:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત @2047નો સંકલ્પ મજબૂત બનાવવાનો સંદેશ અપાયો

    12 hours ago

    વલસાડમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ સર્વોદય હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની ચિત્રકામ અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ચિત્રકામ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના અને સર્જનાત્મકતાથી અલગ અલગ વિષયો પર ચિત્રો દોરી રંગો દ્વારા વિચારો રજૂ કર્યા. વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો વ્યક્ત કરી સમાજ, દેશ અને યુવા શક્તિની ભૂમિકા વિશે વાત કરી. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો. યુવાનોમાં રાષ્ટ્રનિર્માણની ભાવના વધે અને તેમના વિચારોથી 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને વધુ મજબૂત બનાવી શકાય તેવો સંદેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં કેફે માલિકે નિર્દોષ શ્વાનને ડ્રમ-કોથળામાં પૂરી ફેંક્યો, CCTV:ઇટાળવા ચાર રસ્તા પાસેની ઘટના, જીવદયાપ્રેમીની X પર ફરિયાદ બાદ પોલીસની તપાસ
    Next Article
    દુબઈ ફ્લાઇટ હાઇજેક નિષ્ફળ બનાવનાર પાયલોટ ઘાયલ:કેપ્ટન સ્મિત મચ્છરના સારા સ્વાસ્થ્ય માટે ગોધરાના શ્રી રામજી મંદિરે મહાઆરતી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment