Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    93 ખેડૂતને રાજ્યકક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’:સૌરાષ્ટ્રના ખેડૂતને પ્રાકૃતિક ખેતીથી વર્ષે 50 લાખની આવક, 30 પશુથી 30 લાખનું દૂધ ઉત્પાદન; 100 નવા કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ

    10 hours ago

    રાજ્યકક્ષાના ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ વિતરણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના 1200 સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂતોના ઉત્પાદનોને સીધું બજાર મળી રહે તે માટે 100 નવા કૃષિ વેચાણ કેન્દ્રોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. 50 વીઘામાં પ્રાકૃતિક ખેતી, વાર્ષિક રૂ.50 લાખનું ઉત્પાદન બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ગામના યોગેશભાઈ ડાહ્યાભાઈ આહીર 2017થી 50 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. મગફળી, જીરું અને ઘઉંના પાક સાથે તેલ અને ઘઉંનું વેલ્યુ એડિશન કરે છે. 30 પશુઓથી વર્ષે રૂ.30 લાખનું દૂધ ઉત્પાદન મહેસાણાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામના નરેન્દ્રકુમાર નટવરલાલ પટેલને પશુપાલન ક્ષેત્રે એવોર્ડ મળ્યો છે. તેમની પાસે નાના-મોટા મળીને આશરે 30 પશુઓ છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષે આશરે રૂ.30 લાખનું દૂધ ઉત્પાદન થાય છે. સાથે જ વાછરડાં-પાડિયાં ઉછેરી યોગ્ય પશુ રાખીને અન્યનું વેચાણ પણ કરે છે. તેઓ છેલ્લા 16-17 વર્ષથી પશુપાલન સાથે જોડાયેલા છે. 14 વર્ષથી પ્રાકૃતિક ખેતી, એક વીઘે રૂ.1 લાખ સુધીની આવક જૂનાગઢના વડાલ ગામના હિતેશભાઈ હરીભાઈ દોમડીયા 2012થી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ શાકભાજી ઉપરાંત કેળા, પપૈયા, શેરડી, રાવણા, સીતાફળ અને જામફળ જેવા પાક લે છે. ઉત્પાદનોનું વેલ્યુ એડિશન કરીને જૂનાગઢ સહિત ગુજરાતમાં વેચાણ કરે છે. તેમના જણાવ્યા મુજબ, એક વીઘામાં સામાન્ય રીતે રૂ.30-40 હજારથી રૂ.50 હજાર અને સારા ભાવ મળે તો રૂ.1 લાખ સુધીનું વળતર મળે છે. તેઓ અન્ય ખેડૂતો પાસેથી પણ ઉત્પાદન ખરીદી તેનું વેલ્યુ એડિશન કરીને વેચાણ કરે છે. 'પ્રાકૃતિક પદ્ધતિથી બમણું ઉત્પાદન અને બમણો ભાવ મળે' કચ્છના મણીલાલ ખેસરામ આવાણી 2014થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ 32થી વધુ વાડીમાં મુખ્યત્વે બાગાયતી પાક અને મસાલાનું વાવેતર કરે છે. તેમના જણાવ્યા મુજબ, સામાન્ય બજારની સરખામણીએ પ્રાકૃતિક પદ્ધતિથી બમણું ઉત્પાદન અને બમણો ભાવ મળતો હોવાનું તેમનું અનુભવ છે. વાર્ષિક આશરે રૂ.6થી 7 લાખનું વેચાણ થાય છે. ભુજમાં દર મંગળવારે પ્રાકૃતિક ખેડૂતોના ઉત્પાદનોના વેચાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમરેલીના ખેડૂતને એક વીઘે 1 લાખ સુધીનું વળતર અમરેલી જિલ્લાના રાજુલાના લાડુમોર દાનાભાઈ ભગવાનભાઈ 2015થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરીને સિંગ ઉપરાંત જામફળ, જાંબુ, ડ્રેગન ફ્રૂટ અને નાળિયેર જેવા પાક લે છે. તેમના જણાવ્યા પ્રમાણે, મોટાભાગનું ઉત્પાદન વાડીમાંથી જ વેચાઈ જાય છે અને એક વીઘે વર્ષે આશરે રૂ.1 લાખ જેટલું વળતર મળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, પ્રાકૃતિક ખેતીમાં દેશી ખાતર, જીવામૃત, ઘનજીવામૃત તેમજ વનસ્પતિ આધારિત કુદરતી દવાઓનો ઉપયોગ મહત્વનો છે. પ્રાકૃતિક ખેતી શરૂ કરતા પહેલાં તેની પદ્ધતિ અને પાંચ મુખ્ય આયામો સમજવા અને નિયમિત રીતે તેનું પાલન કરવાની સલાહ પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી. ISRO સાથે MOU, ટેક્નોલોજીથી ખેડૂતોને ત્વરિત માહિતી મળશે સમારોહ દરમિયાન કૃષિ વિભાગ અને ISRO વચ્ચે પણ MOU કરવામાં આવ્યો હતો. ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોને ખેતી સંબંધિત જરૂરી માહિતી વધુ ઝડપથી મળી રહે અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક માહિતીનો ઉપયોગ વધે તે દિશામાં આ કરાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 'UCC કાયદો સૌને સમાનતા આપશે' કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સમાન નાગરિક સંહિતા (UCC) અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળવી ગુજરાત માટે સુવર્ણ દિવસ છે. ગુજરાત UCC કાયદો પસાર કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે અને આ કાયદો સૌને સમાનતા આપશે. તેમણે જણાવ્યું કે હવે લગ્નની ફરજિયાત નોંધણી તથા કોર્ટ બહાર છૂટાછેડા નહીં જેવી જોગવાઈઓનો અમલ થશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ:જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણાધિકારી કચેરીએ આયોજન કર્યું
    Next Article
    લક્ષ્મીપરને મળ્યું ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’:રવાપર સેજા હેઠળના ગ્રામજનોને ઘરઆંગણે મળશે પ્રાથમિક સારવાર, દૂર જવાની જરૂરિયાત ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment