Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્ટનરની પત્નીએ અફેરની શંકા કરી મહિલા વકીલને ગાળો આપી:'તારા પર એસિડ નાખી દઈશ, વીડિયો એડિટ કરીને વાયરલ કરીશ', દિલ્હીની વકીલે સરખેજમાં ફરિયાદ નોંધાવી

    10 hours ago

    અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી દિલ્હીની મહિલા વકીલને અન્ય મહિલાએ ગાળો આપી ધમકી આપી છે. મહિલા વકીલના પાર્ટનરની પત્નીએ બંને વચ્ચે સબંધ હોવાની શંકા કરીને ગાળો આપી એસિડ ફેંકવાની ધમકી પણ આપી હતી. મહિલા વકીલના વિડિઓ એડિટ કરીને વાયરલ કરવા પણ કહ્યું હતું જે અંગે મહિલા વકીલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાર્ટનરની પત્નીએ મહિલા વકીલને બીભત્સ ગાળો આપી સરખેજમાં ભાડાના મકાનમાં રહેતી મહિલા દિલ્હીમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. વકીલનો એક પાર્ટનર છે બંને સાથે કામ કરે છે. થોડા દિવસ અગાઉ પાર્ટનરની પત્ની મહિલા વકીલને મેસેજ કરીને બીભત્સ ગાળો આપી હતી. 'તારા પર એસિડ નાખી દઈશ, વીડિયો એડિટ કરીને વાયરલ પણ કરીશ' જે બાદ કોલ કરીને કહ્યું હતું કે, તારું મારા પતિ સાથે અફેર ચાલે છે. હું ફલેટના નીચે આવી જ નહીં તો હું ઉપર આવીશ. તારા પર એસિડ નાખી દઈશ તો તારા લગન નહીં થાય. તારા વીડિયો એડિટ કરીને વાયરલ પણ કરી દઈશ. પાર્ટનરની પત્નીએ વકીલના ફલેટના બહાર સિક્યુરિટી ગાર્ડ સામે વકીલને ગાળો આપી હતી. જે અંગે વકીલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વાઇલ્ડલાઇફ ફોટો એક્ઝિબિશન શરૂ:23 ફોટોગ્રાફરની 130 થી વધુ ફોટો, કલેક્ટર સહિતના હસ્તે ખુલ્લું મુકાયું; 3 દિવસ ચાલશે
    Next Article
    ગાંધી ચોક પાસે ટોરેન્ટ ગેસ લાઈન લીક થતા દુર્ઘટના ટળી:ઝાંઝરડા ચોકડીની દુર્ઘટના બાદ પણ મનપાની બેદરકારી યથાવત: ગાંધી ચોક પાસે ગેસ લાઈન લીક થતા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા,જ્યારે કમિશનરે કહ્યું કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment